મહારાષ્ટ્ર

શરદ પવારની કાફલાની કારનો અકસ્માત, એમ્બ્યુલન્સના ડ્રાઈવરે બ્રેક મારી અને….

બીડ (મહારાષ્ટ્ર): એનસીપીના શરદ પવારે શુક્રવારે બીડના કેજ તાલુકાના મસાજોગ ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળ્યા બાદ પરભણી જઈ રહ્યા હતા ત્યારે શરદ પવારના કાફલાની કારનો અકસ્માત થયો હતો. શરદ પવારના કાફલાના વાહનો જઇ રહ્યા હતા. શરદ પવારની ગાડી સૌથી આગળ હતી. પાછળ અન્ય કારોનો કાફલો હતો. એ સમયે કારની આગળ જઇ રહેલી એમ્બ્યુલન્સે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે પાછળથી આવતી કારો એકબીજા સાથે અથડાઈ હતી, જેમાં વિધાન સભ્ય સંદીપ ક્ષીરસાગરની કાર સામેલ હતી, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ કારને નુકસાન થયું છે.

આ પણ વાંચો: શરદ પવારે વડા પ્રધાન મોદીને દાડમ આપી શું સંદેશ આપ્યો?

નોંધનીય છે કે બીડ જિલ્લાના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા થઇ હતી, જેને કારણે સમગ્ર રાજ્યમાં રાજકારણમાં હલચલ મચી ગઈ છે. શુક્રવારે એનસીપીના વડા શરદ પવારે સ્વ. સંતોષ દેશમુખના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના આપી હતી. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત લોકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું આ હત્યાથી સામાન્ય લોકોને આઘાત લાગ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button