પાંચ રાજ્યની ચૂંટણીનો નિર્ણય ભાજપની વિરુધમાં: શરદ પવારની ભવિષ્યવાણી
બારામતી: જ્યારેથી અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મીલાવ્યો છે ત્યારથી ભાજપ અને શરદ પવાર જૂથ વચ્ચે આરોપ-પ્રત્યારોપના રાજકારણે જોર પકડ્યું છે.
ત્યારે હવે શરદ પવારે તો ભાજપના ભાવીની ભવિશ્યવાણી જ કરી દીધી છે. સીનીયર પવારે દાવો કર્યો છે કે પાંચ રાજ્યની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થશે. જ્યાંજ્યાં ચૂંટણી છે એવા પાંચ રાંજયમાં લોકો ભાજપને સાઇડલાઇન કરી દેશે એવું ચિત્ર દેખાઇ રહ્યું છે. દેશમાં 70 ટકા રાજ્યમાં નથી ભાજપ નહીં ચૂંટાય. હવે ચૂંટણી આવવાની છે. ત્યાં ભાજપ વિરોધી લહેર દેખાઇ રહી છે. એવું મંતવ્ય સિનીયર નેતા શરદ પવારે વ્યક્ત કર્યુ હતું.
રવિવાવરે બારામતીના પ્રવાસે આવેલ શરદ પવારે પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો. તથા 51 ટકા વોટથી અમે બારામતીમાં ભવ્ય જીત મેળવીશું એમ ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકૂળે વાંરવાર કહે છે. આ બાબતે વાત કરતાં શરદ પવારે કહ્યું કે, જે વ્યક્તીને પોતાનો જ પક્ષ ઉમેદવારી માટે યોગ્ય નથી ગણતો તેમણે બારામતીની ચર્ચા કરવાની કોઇ જરુર નથી.
મરાઠા આંદોલન વિશે વાત કરતાં પવારે કહ્યું કે, જરાંગે પાટીલ અને સરકાર વચ્ચે સુસંવાદ થયો હોવાનું અને સરકારે તેમને સમય આપ્યો છે એમ જણાઇ રહ્યું છે. આ બાબતે સરકાર શું કરશે તે તરફ અમારું ધ્યાન છે. જો તેમાંથી રસ્તો નિકળ્યો અને પ્રશ્નનો હલ આવે તો અમને સૌથી વધુ ખૂશી થશે. એમ શરદ પવારે કહ્યું હતું.