75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓનું મૂલ્યાંકન કરવાનો ‘કોઈ નૈતિક અધિકાર નથી’: શરદ પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે કહ્યું કે તેઓ પોતે 85 વર્ષની ઉંમરે પણ કામ કરી રહ્યા છે અને તેથી રાજકીય નેતાઓએ 75 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થવું જોઈએ કે નહીં તે અંગેની ચર્ચામાં ભાગ લેવાનો તેમને ‘કોઈ નૈતિક અધિકાર’ નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (જાહેર જીવનમાં કામ કરવાનું) બંધ કરી દેવું જોઈએ, કારણ કે તેઓ 75 વર્ષના થઈ ગયા છે, જેવી રીતે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા એવો સવાલ જ્યારે પવારને પત્રકારોએ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ભાજપમાં હવે લોકો કહે છે કે તેમણે ક્યારેય એવું કહ્યું નથી કે 75 વર્ષની ઉંમર પછીના નેતાઓએ પડદા પાછળ રહેવું જોઈએ.’
આ પણ વાંચો : ફડણવીસે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર માટે સમર્થન માગ્યું હતું, પરંતુ મેં અસમર્થતા વ્યક્ત કરી: શરદ પવાર
‘હું ક્યાં અટકી ગયો છું? હું 85 વર્ષનો છું અને તેથી આ મુદ્દે ટિપ્પણી કરવાનો મને કોઈ નૈતિક અધિકાર નથી,’ એમ એનસીપી (એસપી)ના વડાએ વધુમાં કહ્યું હતું.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે ભારે વરસાદને કારણે પાકને થયેલા ભારે નુકસાનનો સામનો કરી રહેલા ખેડૂતોની મુશ્કેલીઓ ઘટાડવા માટે વધુ સમય આપવો જોઈએ.
જો રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવે તો ફાયદો જ છે: શરદ પવાર
એનસીપી (એસપી)ના વડા અને રાજ્યના રાજકારણના અઠંગ ખેલાડી તરીકે સ્થાન ધરાવતા પીઢ નેતા શરદ પવારે ગુરુવારે કોલ્હાપુરમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના એક થવાના સવાલ પર જણાવ્યું હતું કે બંને ભાઈઓ સાથે આવશે તો એમવીએ (મહાવિકાસ આઘાડી)ને ફાયદો જ થશે.
આ પણ વાંચો : 1978માં વસંતદાદા સરકાર ગબડાવી, પરંતુ તેમણે 10 વર્ષ પછી મુખ્ય પ્રધાન માટે મારું નામ સુચવ્યું હતું: શરદ પવાર
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભેગા મળીને ચૂંટણી લડશે.
શરદ પવારે કહ્યું હતું કે, જો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવે તો અમને ખુશી છે. આની મહાવિકાસ આઘાડી પર કોઈ અવળી અસર નહીં પડે. મુંબઈમાં બંનેની તાકાત છે, જેનો અમને ફાયદો થશે. આગામી પાલિકા ચૂંટણીમાં મનસે અને યુબીટી જૂથ સાથે લડશે તેવી પ્રબળ શક્યતા છે. બંને ભાઈઓ સાથે આવશે અને પોતપોતાના પક્ષોની તાકાત બતાવશે. આને કારણે, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણને એક અલગ સમીકરણ જોવા મળશે.
હૈદરાબાદ ગેઝેટ દિશા બતાવી રહ્યું છે: શરદ પવાર
શરદ પવારે મરાઠા અનામત પર કરવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે હૈદરાબાદ ગેઝેટ એક દિશા બતાવી રહ્યું છે. મને તેની એક નકલ મળી છે. દરેકને લાગે છે કે સંવાદિતા રહેવી જોઈએ, એકતાનું બંધન જળવાઈ રહેવું જોઈએ. મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, છગન ભુજબળે સાથે બેસીને રાજ્યમાં સંવાદિતા જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે ગામડાઓમાં કડવાશ ઉભી થઈ છે અને આ ચોક્કસપણે ખતરનાક છે. વિખે-પાટીલની સમિતિમાં બધી જાતિના સભ્યો છે.
બીજી તરફ, બાવનકુળેની સમિતિમાં બધા ઓબીસી સભ્યો છે. આવી સ્થિતિમાં સામાજિક કડવાશ કેવી રીતે ઓછી કરી શકાય. આપણે રાજ્યના હિતમાં હોય તે દિશામાં જવું પડશે. લોકો શું કહે છે કે બીજા શું કહે છે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કડવાશ ઉભી થઈ છે. કડવાશ એટલી હદે વધી ગઈ છે કે લોકો એકબીજાના વ્યવસાયમાં જતા નથી. શરદ પવારે એમ પણ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આવી પરિસ્થિતિ ક્યારેય રહી નથી.બતાવી રહ્યું છે: શરદ પવાર
આ પણ વાંચો : ‘મેં જેમની સરકાર પાડી, તેમણે જ મુખ્ય પ્રધાનપદ માટે મારું નામ સૂચવ્યું’; શરદ પવારે અચાનક ભૂતકાળ કેમ યાદ કર્યો?
શરદ પવારે મરાઠા અનામત પર કરવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે હૈદરાબાદ ગેઝેટ એક દિશા બતાવી રહ્યું છે. મને તેની એક નકલ મળી છે. દરેકને લાગે છે કે સંવાદિતા રહેવી જોઈએ, એકતાનું બંધન જળવાઈ રહેવું જોઈએ. મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, છગન ભુજબળે સાથે બેસીને રાજ્યમાં સંવાદિતા જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે ગામડાઓમાં કડવાશ ઉભી થઈ છે અને આ ચોક્કસપણે ખતરનાક છે. વિખે-પાટીલની સમિતિમાં બધી જાતિના સભ્યો છે.
બીજી તરફ, બાવનકુળેની સમિતિમાં બધા ઓબીસી સભ્યો છે. આવી સ્થિતિમાં સામાજિક કડવાશ કેવી રીતે ઓછી કરી શકાય. આપણે રાજ્યના હિતમાં હોય તે દિશામાં જવું પડશે. લોકો શું કહે છે કે બીજા શું કહે છે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કડવાશ ઉભી થઈ છે. કડવાશ એટલી હદે વધી ગઈ છે કે લોકો એકબીજાના વ્યવસાયમાં જતા નથી. શરદ પવારે એમ પણ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આવી પરિસ્થિતિ ક્યારેય રહી નથી.