મહારાષ્ટ્ર

સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના વિવાદમાં હવે શરદ પવારે ઝુકાવ્યું

લોકસભામાં અધ્યક્ષ પદને લઇને સત્તાધારી NDA પક્ષ અને વિપક્ષ I.N.D.I.A ગઠબંધન સામસામા આવી ગયા છે. આ ત્રીજી વખત છે જ્યારે સ્પીકર અંગે સમજૂતિ સધાઇ નથી અને હવે ચૂંટણી દ્વારા જ સ્પીકર નક્કી કરવામાં આવશે. દરમિયાન NCP (SP)ના વડા શરદ પવારે પણ આ વિવાદમાં ઝુકાવતા નિવેદન કર્યું છે કે, મેં આ અંગે કોઇની સાથે ચર્ચા કરી નથી, પણ સામાન્ય પ્રથા એવી છે કે શાસક પક્ષને સ્પીકરનું પદ મળે છે અને વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળે છે, પણ છેલ્લા 10 વર્ષથી વિપક્ષ નબળો હોવાથી મોદી સરકારે આના પર ધ્યાન જ આપ્યું નથી.

‘આ વખતે વિપક્ષે પણ ઘણી વધુ સીટો જીતી છે. આ વખતે વિપક્ષ મજબૂત છે. બેશક, NDAને સૌથી વધુ બેઠકો મળી છે, પણ તેમ છતાં NDAએ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાનો ઇનકાર કરી દીધો છે. મેં I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં સૂચન કર્યું હતું કે, તેમણે સત્તાધારી પક્ષને બિનહરીફ સ્પીકર પદ આપવું જોઈએ અને સાથે જ

આ પણ વાંચો : ડ્રગ્સને લગતા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવો, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પુણે પોલીસ કમિશનરને આપ્યા નિર્દેશ

ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે એમ નક્કી કરવામાં આવે, પણ પછી શું નિર્ણય લેવામાં આવ્યો એની મને જાણ નથી,’ એમ સિનિયર પવારે જણાવ્યું હતું.

અજિત પવારની પાર્ટીમાંથી કેટલાક લોકો ઘરવાપસી કરવા માગે છે, એમના માટે શું પાર્ટીના દરવાજા ખુલશે એવા સવાલના જવાબમાં શરદ પવારે જણાવ્યું હતું કે અજીત પવારના જૂથમાંથી એવા લોકો જેનાથી અમને મદદ મળશે અને જેમને પાછા લેવાથી પાર્ટીની ઇમેજ ખરાબ નહીં થાય, એવા લોકોને પાછઆ પાર્ટીમાં લેવામાં આવશે. જેઓએ પક્ષનું અહિત ઇચ્છ્યું છે, તેમને પાર્ટીમાં પાછા લેવામાં નહીં આવે. અમારા પક્ષના સભ્યો સાથે વાત કર્યા બાદ કેસ ટુ કેસ બેઝિસ પર કોને પાર્ટીમાં પાછા લેવા તેનો નિર્ણય લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button