શરદ પવારની તબિયત બગડી, પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

બારામતી : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના વડા શરદ પવારની બારામતીમાં અચાનક તબિયત બગડી હતી. જેની બાદ તેમને પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ડોકટરો હાલ તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમજ જરૂરી તબીબી પરીક્ષણો પણ કરવામાં આવી રહ્યા છે.
શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળે સાથે
શરદ પવારની તબિયતના સમાચાર મળતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને પરિવારના સભ્યો પણ પુણે જવા રવાના થયા છે. જોકે, હોસ્પિટલ કે પરિવાર દ્વારા તેમની તબિયત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી શેર કરવામાં નથી આવી.
તેમજ મળતી માહિતી મુજબ શરદ પવારનો કાફલો પુણે જવા રવાના થયો હતો. ત્યારે શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળે પણ સાથે હતા. શરદ પવારના કાફલામાં એક એમ્બ્યુલન્સ પણ સામેલ હતી.
આપણ વાચો: દાદા બહાર, પૌત્ર અંદર: દિલ્હીમાં અમિત શાહે રચેલી શતરંજની બાજીમાં શરદ પવાર ચેક મેટ જણાય છે…
એનસીપી કાર્યકરો અને સમર્થકોમાં ચિંતા
શરદ પવારની તબિયત બગડવાની જાણકારી મળતા જ એનસીપી કાર્યકરો અને સમર્થકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ લોકો તેમના સારા સ્વસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.



