મહારાષ્ટ્ર

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ કલમાડીનું નિધન…

પુણે: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ કલમાડીનું મંગળવારે વહેલી સવારે પુણેમાં લાંબી બીમારી બાદ નિધન થયું હતું, એવી માહિતી પરિવારના સૂત્રોએ આપી હતી. તેઓ 81 વર્ષના હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે કલમાડીએ સવારે લગભગ 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમણે કેન્દ્રીય રેલવે ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સેવા આપી હતી અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના ભૂતપૂર્વ પ્રમુખ હતા.પુણેના એક અગ્રણી રાજકીય વ્યક્તિ, કલમાડીએ લોકસભામાં અનેક વખત શહેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

તેમણે તેમના રાજકીય કારકિર્દી દરમિયાન અનેક મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા અને ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્તરે રમતગમતના વહીવટ સાથે સંકળાયેલા હતા.પક્ષના ભેદભાવ દૂર રાખીને બધા જ પક્ષના રાજકીય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને જાહેર જીવનમાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી.

કલમાડીના પરિવારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ, બે પરિણીત પુત્રીઓ અને એક જમાઈ, તેમજ પૌત્રો છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button