મહારાષ્ટ્ર
પુણેમાં કોર્ટ બિલ્ડિંગ પરથી ઝંપલાવીને સિનિયર સિટિઝનની આત્મહત્યા…

પુણે: પુણેમાં 61 વર્ષના સિનિયર સિટિઝને કોર્ટ બિલ્ડિંગ પરથી ઝંપલાવી જીવનનો અંત આણ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસને મૃતકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઘરેલું સમસ્યાઓને કારણે હતાશામાં તેણે અંતિમ પગલું ભર્યું હતું.
શિવાજીનગરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની નવી બિલ્ડિંગમાં બુધવારે સવારે 11.45 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
મૃતકની ઓળખ યશવંત જાધવ તરીકે થઇ હોઇ તે પુણેના વડકી વિસ્તારમાં રહેતો હતો.
યશવંતે કોર્ટ બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. યશવંતને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.
શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)