સેના (યુબીટી) નેતાએ બીડની બહાર ટ્રાયલ ચલાવવાની માગણી કરી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદના ધારાસભ્ય અંબાદાસ દાનવેએ ગુરુવારે કહ્યું હતું કે મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં ખટલો બીડ જિલ્લાની બહાર ચલાવવો જોઈએ.
દાનવેએ કહ્યું કે સરકારી વકીલે વાલ્મિક કરાડને કેસમાંથી બાકાત રાખ્યા છે. એનસીપીના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સહયોગી કરાડને સરપંચની હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસમાં આત્મસમર્પણ કર્યા બાદ બીડની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
શિવસેના (યુબીટી) નેતાએ ફરિયાદીના ભાગી જવા પાછળનું કારણ જાણવા માંગ્યું હતું.
વિપક્ષ દેશમુખની હત્યા માટે કરાડ પર કેસ ચલાવવાની માગણી કરી રહ્યું છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ માટે ગુરુવારે ચૂંટણી
‘સંતોષ દેશમુખ હત્યા કેસની ટ્રાયલ બીડની બહાર થવી જોઈએ,’ એમ દાનવેએ જણાવ્યું હતું.
શિવસેના (યુબીટી)ના નેતાએ દેશમુખના મૃત્યુની તપાસ માટે રાજ્ય સરકારે બનાવેલી 10 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) પર પણ શંકા વ્યક્ત કરી હતી.
‘તપાસ ટીમમાં મોટાભાગના અધિકારીઓ બીડના છે. કરાડ સામે કાર્યવાહી કરવાનો ઇનકાર કરનારા પોલીસ કર્મચારીઓને તપાસ ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, બધું જ પૂર્વનિર્ધારિત લાગે છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.
દાનવેએ એવી પણ માંગણી કરી હતી કે સીઆઈડી કરાડના કોલ રેકોર્ડ જાહેર કરે,