આમચી મુંબઈમહારાષ્ટ્ર

અકોલા જિલ્લામાં 31મી સુધી 144 કલમ લાગુ, જાણો કારણ?

મુંબઈઃ દેશભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દિલ્હીવાસીઓ ગરમીના પ્રકોપનો ભોગ બન્યા છે. વધતી ગરમી વચ્ચે મહારાષ્ટ્રના અકોલામાં 144 કલમ લાગુ પાડવામાં આવી છે. અકોલામાં ગઈકાલે મહત્તમ તાપમાનનો પારો 45.8 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે મહત્તમ સરેરાશ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચતા પ્રશાસન દ્વારા સુરક્ષા સંબંધમાં મહત્ત્વની અપીલ કરી છે.

વધતી ગરમી વચ્ચે અકોલામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હીટવેવની અસર જોવા મળવાની ચેતવણી આપ્યા પછી 144 કલમ લાગુ પાડવામાં આવી છે. આ પ્રકારની ચેતવણી આપ્યા પછી દેશમાં પહેલો એવો જિલ્લો હશે, જ્યાં ગરમીને કારણે 144 કલમ લાગુ પાડવામાં આવી હોય, જ્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાયું છે.


હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે હીટ વેવની સંભાવનાને કારણે 31મી સુધી સીપીઆરસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત, જાહેર જનતાને બપોરના સમયગાળા દરમિયાન બિનજરુરી બહાર નહીં નીકળવાની અપીલ કરી છે. ગઈકાલે મહારાષ્ટ્રના વિદર્ભ રિજનમાં અકોલામાં 45.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ અગાઉ પણ તાપમાન 44 ડિગ્રીથી લઈને 46 ડિગ્રી નજીક પહોંચ્યું છે.

આ પણ વાંચો : અકોલામાં કાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણનાં મોત: ત્રણ જખમી

મહારાષ્ટ્રમાં વધતી ગરમી વચ્ચે છેક જૂન મહિનામાં નાગરિકોને ગરમીથી છૂટકારો મળી શકે છે, જેથી હજુ એકાદ અઠવાડિયું ગરમીથી શેકાવું પડે. હીટ વેવમાંથી મુક્તિ મળ્યા પછી કલમ 144 હટાવી લેવામાં આવશે. આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. ચોથી જૂનની આસપાસ વરસાદ પડવાની શક્યતા છે, ત્યાર બાદ લોકોને રાહત થઈ શકે છે.


દેશના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ચક્રવાત રેમલને કારણે ભારે વરસાદ અને ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાતને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જ્યારે પડોશી રાજ્યોમાં પણ તેની અસર જોવા મળશે. આમ છતાં મહારાષ્ટ્રમાં તેની અસર નહીંવત જોવા મળતા તાપમાનના પારો વધુ નીચે આવી શકે એમ નથી, એમ અધિકારીએ દાવો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો