મહિલા ડૉક્ટરના મૃત્યુની તપાસ માટે એસઆઇટીની રચના કરવાનો ફડણવીસનો આદેશ…

બીડ: સાતારા જિલ્લામાં સરકારી હૉસ્પિટલની મહિલા ડૉક્ટર સંપદા મુંડેએ કરેલી આત્મહત્યાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવાનો આદેશ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે.
બીડ જિલ્લાની વતની ડૉ. સંપદા મુંડે સાતારામાં ફલટન ખાતે હોટેલની રૂમમાં 23 ઑક્ટોબરે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ડૉક્ટરે પોતાની હથેળી પર લખેલી સુસાઇઢ નોટમાં આક્ષેપ કર્યો હતો કે સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાનેએ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
જ્યારે સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બનકરે તેના માનસિક ત્રાસ આપ્યો હતો. પોલીસે બદાને અને બનકરની બાદમાં ધરપકડ કરી હતી.
દરમિયાન ફડણવીસે રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને તાત્કાલિક મહિલા આઇપીએસ અધિકારીના નેતૃત્વ હેઠળ એસઆઇટીની રચના કરવાના નિર્દેશ આપ્યા હતા.
મૃતક ડૉક્ટરના પરિવારને ન્યાય મળે એ માટે નાગરિકો અને રાજકીય પક્ષના દબાણ વચ્ચે આ આદેશ આપવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ પણ ગુનેગારોને સજા સુનિશ્ર્ચિ કરવા માટે એસઆઇટી દ્વારા તપાસની અપીલ કરી હતી. (પીટીઆઇ)
આ પણ વાંચો…આત્મહત્યા કે હત્યાઃ ફલટણની મહિલા ડોક્ટરના વૉટ્સ એપ સ્ટેટ્સથી ફરી શંકા-કુશંકા…



