મહારાષ્ટ્ર

ભક્તો માટે લહાણી, નવરાત્રીમાં સપ્તશ્રૃંગી માતાના દ્વાર 24 કલાક ખૂલા રહેશે: મંદિરના ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય

નાસિક: સપ્તશ્રૃંગી વિશ્વસ્ત સંસ્થાન દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નોરતાંમાં માતાના ભક્તો માટે દર્શન 24 કલાક ખૂલા રહેશે. હાલમાં યોજાયેલ બેઠક અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવારત્રીમાં આખા રાજ્યમાંથી ભક્તો માતાના દર્શન માટે આવતાં હોય છે. તેતી આ સમયે વધુ ભીડ ન થાય તે વાતનું ધ્યાન રાખી સપ્તશ્રૃંગી ગઢ પર સપ્તશ્રૃંગી માતાના દર્શન 24 કલાક માટે ખૂલા મૂકાશે. ભક્તોની ભીડને ધ્યાનમાં લઇ મંદિર સંસ્થાન દ્વારા 15 થી 24 ઓક્ટોબર સુધી શ્રી સપ્તશ્રૃંગી માતાના દર્શન 24 કલાક થઇ શકશે.


દર વર્ષે નવરાત્રીમાં દર્શન કરવા આવનારી પાલખી, ભક્તો વગેરે ને કારણે ગઢ પર ખૂબ જ ભીડ જમા થઇ જતી હોય છે. આ વાતને ધ્યાનમાં લઇને હવે નવરાત્રી દરમીયાન માતા દર્શન 24 કલાક ખૂલા રાખવામાં આવ્યા છે. આ સમય દરમીયાન ખાનગી વાહનોને ગઢ પર પ્રિતબંધ રહેશે. નાંદુરીગઢના પગથિયા પાસે બસ સ્ટોપ અને વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવનાર છે. નવારાત્રી દરમીયાન રોજ 40 થી 50 હજાર ભક્તો દર્શન કરવા આવે તેવી શક્યતાઓ છે.


દરમીયાન આ સમય દરમીયાન ભક્તો માટે 24 કલાક દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવી હોવાથી તેમણે ગીરદી નો સમય બાદ કરી અન્ય સમયે દર્શન કરવા આવવું અને આ રીતે મંદિરની મેનેજમેન્ટ કમીટીને સહકાર આપવાની વિનંતી મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button