મહારાષ્ટ્ર

સંજય રાઉતે ભાજપના આ મહિલા ઉમેદવારના ‘ડાન્સર’ અને ‘બબલી’ કહ્યા…

મુંબઈ: પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ફરી એક વખત પોતાના નિવેદનોના કારણે વિવાદ જગાવ્યો છે. રાઉતે ભાજપના અમરાવતીના ઉમેદવાર તેમ જ હાલના સાંસદ નવનીત રાણા વિશે અણછાજતી ટીપ્પણી કરી હતી.

રાઉતે રાણાને ‘ડાન્સર’ તેમ જ બન્ટી ઔર બબલી ફિલ્મના પાત્ર ‘બબલી’ કહી બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બબલી નામનું પાત્ર લોકોને ઠગતું હતું. હવે નવનીત રાણાએ પણ રાઉતના આ નિવેદનનો જવાબ આપતા પોતાના મતવિસ્તારમાં આ પ્રકારની ભાષા જરાય નહીં સહી લેવાય, તેમ કહ્યું હતું.

તેમણે રાઉતને મુંબઈનો ‘ભંગાર’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ ભંગાર ઠેકઠેકાણે જઇને અન્ય લોકો વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. જો તે અમરાવતીની દિકરી વિશે આ રીતની ભાષાનો ઉપયોગ કરશે તો તે અમરાવતીના લોકો જરાય નહીં ચલાવી લે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાઉતે કહ્યું હતું કે આ લોકસભાની ચૂંટણી કોઇ નાચવાવાળી અથવા બબલી વિરુદ્ધ નથી પરંતુ મહારાષ્ટ્ર અને મોદી વિરુદ્ધની છે. તે(રાણા) એક ડાન્સર છે, એક અભિનેત્રી છે અને તે માયાળુ ભાવ ધરાવતા હાવભાવ દર્શાવી શકે છે, પરંતુ તમારે તેની જાળમાં ફસાવવું જોઇએ નહીં.

નવનીત રાણા 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે અમરાવતી બેઠક પરથી સાંસદ બન્યા હતા. જોકે આ વખતે તેમણે ભાજપ તરફથી ચૂંટણીમાં ઝંલપલાવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button