સાંગલીમાં મેફેડ્રોનની ફેક્ટરી: યુએઇથી પ્રત્યર્પણ કરાયેલા વોન્ટેડ ડ્રગ પેડલરની મુંબઈ પોલીસે કસ્ટડી લીધી

મુંબઈ: સાંગલીમાં ફેક્ટરી ઊભી કરીને મેફેડ્રોનનું ઉત્પાદન કરવાના કેસમાં વોન્ટેડ ડ્રગ પેડલર તાહેર સલીમ ડોલાનું ઇન્ટરપોલ મારફત સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા યુએઇથી પ્રત્યર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં મુંબઈ પોલીસે ડોલાની કસ્ટડી લીધી હતી.
સાંગલી ખાતે તાહેર ડોલા ડ્રગ્સનું ઉત્પાદન કરવાની ફેક્ટરી ચલાવતો હતો. પોલીસે આ ફેક્ટરીમાં રેઇડ પાડી હતી અને 252 કરોડ રૂપિયાની કિંમતનું 126.141 કિલોગ્રામ મેફેડ્રોન (એમડી) જપ્ત કરવામાં આવ્યું હતું.
તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તાહેર વિદેશમાં બેઠાં બેઠાં આ ફેક્ટરીનાં સૂત્રો ચલાવતો હતો. બાદમાં પોલીસની વિનંતી પર ઇન્ટરપોલ થકી સીબીઆઇ દ્વારા 25 નવેમ્બર, 2024ના રોજ તાહેર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 13.37 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: પાંચની ધરપકડ…
નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરા (એનસીબી)ે-અબુ ધાબી દ્વારા 27 જાન્યુઆરીએ સીબીઆઇને જાણકારી અપાઇ હતી કે તાહેરની યુએઇમાં ધરપકડ કરવામાં આવી છે. બાદમાં મુંબઈ પોલીસ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશી બાબતોના મંત્રાલય મારફત તાહેરને ભારતને સોંપી દેવા માટે યુએઇમાં વિનંતી મોકલવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ પોલીસ કો-ઓપરેશન યુનિટ (આઇપીસીયુ), સીબીઆઇ દ્વારા એનસીબી-અબુ ધાબી સાથે સહયોગમાં તહારને ગુરુવારે ભારતમાં લાવવામાં સફળતા મેળવવામાં આવી હતી. તેને મુંબઈ લાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. (પીટીઆઇ)