સાંગલીના ઘરે જન્મદિવસની ઉજવણી વખતે દલિત નેતાની કરપીણ હત્યા: એક હુમલાખોરનું પણ મૃત્યુ

સાંગલી: દલિત સંગઠનના સ્થાપક પ્રમુખની સાંગલીના ઘરે તેના જન્મદિવસની ઉજવણી દરમિયાન આઠ શખસો દ્વારા શસ્ત્રના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. વિવાદને કારણે આ હત્યા થઇ હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
મૃત આદિવાસી નેતાની ઓળખ ઉત્તમ મોહિતે (38) તરીકે થઇ હતી, જે દલિત મહાસંઘનો સ્થાપક હતો. ઝપાઝપી દરમિયાન એક હુમલાખોર શાહરૂખ રફિક શેખ (26) ગંભીર રીતે ઘવાયો હતો અને તેનું બુધવારે સવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. સાંગલીમાં ગરપીર દરગાહ ચોક વિસ્તાર નજીક આવેલા ઘરે ઉત્તર મોહિતે મંગળવારે રાતના પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
આપણ વાચો: ગુજરાતના અમરેલીમાં ગૌવંશ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, ત્રણ આરોપીઓને આજીવન કેદ…
મોહિતેના ઘરેથી મોડી રાતના મહેમાનો જતા રહ્યા બાદ લોખંડના સળિયા, ચાકુ અને લાઠી લઇને આવેલા આઠ શખસોએ મોહિતને ઘરની બહાર બોલાવ્યો હતો અને તેને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. પોતાના જીવને જોખમ હોવાનું લાગતાં મોહિતે ઘરમાં દોડી ગયો હતો.
આથી હુમલાખોરો પણ તેની પાછળ ઘરમાં ઘૂસ્યા હતા અને તેના પેટ અને છાતી પર શસ્ત્રના ઘા ઝીંકી દીધા હતા. ઉપરાંત તેમણે મોહિતે પર લોખંડના સળિયા અને લાઠીથી પણ હુમલો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન હુમલાખોર શાહરૂખ શેખ પણ ઘાયલ થયો હતો.
આપણ વાચો: ગાંધીનગરમાં બાર વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી, કચ્છ બાદ બીજો કિસ્સો…
મોહિતેને લોહીલુહાણ હાલતમાં સાંગલીની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ હુમલાખોરોએ તેના ઘાયલ સાથીદાર શેખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં બુધવારે સવારે તેનું મૃત્યુ થયું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી દરમિયાન મોહિતેનો આરોપી ગણેશ મોરે સાથે વિવાદ થયો હતો. ત્યાંથી જતા પહેલા ગણેશ મોરેએ મોહિતેને ધમકી આપી હતી કે હું તને છોડીશ નહીં. પોલીસે આ પ્રકરણે આઠ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો,
જેમની ઓળખ ગણેશ મોરે, સતીષ લોખંડે, શાહરૂખ શેખ (મૃત), બન્યા ઉર્ફે યશ લોંઢે, અજય ઘાડગે, જિતેન્દ્ર લોંઢે, યોગેશ શિંદે અને સમીર ઢોલે તરીકે થઇ હતી. આરોપીઓ ઇન્દિરાનગર વિસ્તારના રહેવાસી છે અને મોહિતેની પત્નીએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)



