મહારાષ્ટ્ર

સગીરાનો વિનયભંગ કરનારો યુવક પકડાયો: પોલીસે 20 કલાકમાં આરોપનામું દાખલ કર્યું

લાતુર: લાતુર શહેર પોલીસે સગીરાને ત્રાસ આપવા અને તેનો વિનયભંગ કરવાના આરોપસર 27 વર્ષના યુવકની ધરપકડ કરી હતી અને ફરિયાદ મળ્યાના 20 કલાકની અંદર કોર્ટમાં આરોપનામું પણ દાખલ કર્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ ઇસરાઇલ કલીમ પઠાણ (27) તરીકે થઇ હોઇ તે સોમવારે મધરાતે 2.30 વાગ્યે સગીરાના ઘરમાં ઘૂસ્યો હતો અને તેનો વિનયભંગ કર્યો હતો. આ પ્રકરણે ફરિયાદ મળ્યા બાદ ગાંધી ચોક પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુનો દાખલ કરાયો હતો.

આપણ વાચો: વસઇ કોર્ટે 2021ના હત્યા-વિનયભંગના કેસમાં બે જણને નિર્દોષ છોડ્યા

દરમિયાન પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અમોલ તાંબેના નેતૃત્વ હેઠળ પોલીસની બે ટીમ તૈયાર કરીને આરોપીની શોધ ચલાવવામાં આવી હતી અને તેને પકડી પાડવામાં આવ્યો હતો, જે સગીરાનો પીછો પણ કરતો હતો. પઠાણની ધરપકડ કરવામાં આવી હતી અને 20 કલાકની અંદર તેની સામે કોર્ટમાં આરોપનામું દાખલ કરાયું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button