સ્વદેશીની હાકલ વચ્ચે ગીત લંડનના સ્ટુડિયોમાં રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા અને વિદેશી સંગીતકારો સાથે રેકોર્ડ કરવામાં આવ્યું…

આરએસએસની પ્રાર્થનામાં ભારત માતા પ્રત્યે નિષ્ઠા – સમર્પણની ભાવના: ભાગવત
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે સંગઠનની પ્રાર્થના ભારત માતાની પ્રાર્થના છે અને દેશ અને ભગવાન પ્રત્યે સંઘના સ્વયંસેવકોનો સામૂહિક સંકલ્પ છે. વ્યક્તિગત ઠરાવ દરેક સ્વયંસેવકના પરિપ્રેક્ષ્યમાં રહે છે, જ્યારે સહિયારું મિશન અને મૂલ્યો દરરોજ પઠન કરવામાં આવતી સંઘની પ્રાર્થનામાંથી ઉદભવે છે.
ભાગવતે નાગપુરના રેશિમબાગ મહર્ષિ વ્યાસ ઓડિટોરિયમમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમ દરમિયાન જાણીતા ગાયક શંકર મહાદેવને ગયેલી સંઘ પ્રાર્થનાનું ઓડિયો રેકોર્ડિંગ બહાર પાડ્યું હતું. અભિનેતા સચિન ખેડેકર, જાણીતા પ્રસ્તુતકર્તા હરીશ ભીમાણી અને સંગીતકાર રાહુલ રાનડે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે ‘આ પ્રાર્થના ભારત માતા પ્રત્યેની ભક્તિ, પ્રેમ અને સમર્પણની અભિવ્યક્તિ છે. પ્રાર્થનામાં આપણે દેશ માટે શું કરી શકીએ છીએ અને દેશ પ્રત્યે સમપર્ણની ભાવના સાકાર કરવામાં પ્રભુને મદદરૂપ થવા વિનંતી કરવામાં આવે છે. ઓડિયો સ્વરૂપે રિલીઝ થવાથી પ્રાર્થના વધુમાં વધુ લોકો સુધી પહોંચશે.પ્રાર્થના સ્વયંસેવકોને માતૃભૂમિ પ્રત્યે ભક્તિ, પ્રેમ અને સમર્પણના સામૂહિક સંકલ્પમાં મદદ કરે છે.
આ ગીત લંડનના એક સ્ટુડિયોમાં રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા અને તમામ વિદેશી સંગીતકારો સાથે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. મહાદેવને સંગીતની રજૂઆતને પોતાનો અવાજ આપ્યો છે, મરાઠી અવાજ ખેડેકરનો છે અને હિન્દી વર્ણન ભીમાણી દ્વારા આપવામાં આવ્યું છે.
આઠ જુદી જુદી ભાષાઓમાં વોઇસ-ઓવર આપવામાં આવ્યા છે. મૂળ સંઘ પ્રાર્થના નરહરિ નારાયણ ભીડે દ્વારા લખવામાં આવી હતી અને યાદવ રાવ જોશીએ 23 એપ્રિલ 1940ના દિવસે પુણેના સંઘ શિક્ષા વર્ગમાં ગાયું હતું. પ્રાર્થનાનો પ્રારંભિક હિસ્સો 1939માં પુણેમાં એક બેઠક દરમિયાન તૈયાર કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)
આ પણ વાંચો…આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું બ્રિટન વિભાજન તરફ અગ્રેસર…