મેં કશું ખોટું કર્યું નથી, રાજકીય હેતુથી આરોપ: રોહિત પવાર

પુણે: મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક (એમએસસીબી) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આરોપી તરીકે નામ આવ્યા પછી, એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે શનિવારે એવો દાવો કર્યો હતો કે તેમણે કશું જ ખોટું કર્યું નથી અને રાજકીય હેતુઓથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પવારે કહ્યું કે એફઆઈઆરમાં અન્ય 97 લોકોના નામ હોવા છતાં ફક્ત તેમને અલગ પાડવામાં આવી રહ્યા છે અને ઉમેર્યું હતું કે કારણ કે આ મામલો હવે કોર્ટમાં છે, તેથી તેઓ કાયદેસર રીતે કેસ લડશે અને જીતી જશે.
ઈડીએ તાજેતરમાં મુંબઈની એક વિશેષ અદાલતમાં કથિત એમએસસીબી કૌભાંડમાં રજૂ કરાયેલ ચાર્જશીટમાં આરોપી તરીકે કર્જત-જામખેડના વિધાનસભ્ય પવારનું નામ આપ્યું છે.
આ પણ વાંચો: અજિત દાદાના ખાતામાં મુખ્ય પ્રધાનની ઘૂસણખોરી: રોહિત પવારનો દાવો, દેવેન્દ્ર ફડણવીસને સલાહ
એમએસસીબી મની લોન્ડરિંગ કેસ ઓગસ્ટ 2019માં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)ની એફઆઈઆરમાંથી શરૂ થયો છે, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે એમએસસીબીના તત્કાલીન અધિકારીઓ અને ડિરેક્ટરો દ્વારા યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના તેમના સંબંધીઓ/ખાનગી વ્યક્તિઓને એસએસકે (સહકારી સાકર કારખાના) નું કથિત વેચાણ કરવામાં આવ્યું હતું.
છત્રપતિ સંભાજીનગરમાં ક્ધનડ એસએસકેને બારામતી એગ્રો લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યું હતું, જે પવારની કંપની છે.
તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે એમએસસીબીએ ક્ધનડ એસએસકે લિમિટેડની 80.56 કરોડ રૂપિયાની બાકી લોન વસૂલવા માટે 13 જુલાઈ, 2009ના રોજ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એસએઆરએફએઈએસઆઈ) એક્ટ હેઠળ તેની બધી સંપત્તિનો કબજો લીધો હતો.
ત્યારબાદ એમએસસીબીએ 30 ઓગસ્ટ, 2012ના રોજ શંકાસ્પદ મૂલ્યાંકન અહેવાલના આધારે ‘ખૂબ જ ઓછી’ અનામત કિંમત નક્કી કરીને ક્ધનડ એસએસકેની હરાજી કરી હતી. બારામતી એગ્રો ઉપરાંત, બે અન્ય પક્ષો બોલી પ્રક્રિયામાં જોડાયા હતા. સૌથી વધુ બોલી લગાવનારને ટેકનિકલી નબળા આધારો પર ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો, જ્યારે બીજી બોલી લગાવનાર પહેલેથી જ બારામતી એગ્રોનો નજીકનો વ્યવસાયિક સહયોગી હતો અને તેની પાસે સાકર કારખાનું ચલાવવાની કોઈ નાણાકીય ક્ષમતા કે અનુભવ નહોતો, એમ ઈડીએ જણાવ્યું હતું.
અહીં પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું, ‘જ્યારે ઈડીએ એફઆઈઆર નોંધ્યો હતો, ત્યારે તેમાં કેટલાક રાજકીય નેતાઓ સહિત 97 વ્યક્તિઓના નામ હતા. મારું નામ તેમાં નહોતું. બારામતી એગ્રોએ ખાંડ મિલ ખરીદતા પહેલા એકમ વહીવટકર્તાના નિયંત્રણ હેઠળ હતું કારણ કે તેમાં યોગ્ય રીતે ચૂંટાયેલું ડિરેક્ટર બોર્ડ નહોતું. વહીવટકર્તાએ ટેન્ડર બહાર પાડ્યું હતું, જે બાદમાં યોગ્ય પ્રક્રિયા દ્વારા હસ્તગત કરાયું હતું.