આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election પૂર્વે રોહિત પવારે Ajit Pawar માટે કર્યો મોટો દાવો

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી સહિતની ચર્ચાઓ તેમ જ નેતાઓના નિવેદનો અત્યારથી જ શરૂ થઇ ગયા છે અને તેવામાં શરદ પવાર જૂથના નેતા તેમ જ વિધાનસભ્ય રોહિત પવારે એક મોટો દાવો કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિમાં અજિત પવારને ફક્ત વીસ બેઠક ફાળવવામાં આવશે, એવો દાવો રોહિત પવારે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની જેમ જ વિધાનસભાની ચૂંટણીમાં પણ મહાયુતિ (BJP, Shinde Shivsena & Ajit Pawar’s NCP) વિરુદ્ધ મહાવિકાસ આઘાડી (MVA)નો મુકાબલો જોવા મળશે. લોકસભાની ચૂંટણીમાં મહાયુતિનો દેખાવ ગયા વખતની લોકસભા ચૂંટણી કરતાં ખરાબ રહ્યો હતો જ્યારે મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં પોતાનું પ્રદર્શન આશ્ચર્યજનક રીતે સુધાર્યું હતું.

આ પણ વાંચો : ભાજપના આ નેતાએ અજિત પવારને મહાયુતિમાંથી બહાર કાઢવા કહ્યું અને પછી…

મહાયુતિના ખરાબ દેખાવનું કારણ તેમાં અજિત પવારનું સામેલ થવું હોવાની પણ ઘણી ચર્ચા સામે આવી છે. સત્તાધારી પક્ષ એટલે કે મહાયુતિના જ અમુક લોકો અજિત પવારને ખરાબ દેખાવ માટે જવાબદાર ઠેરવતા હોવાનું પણ કહેવાય છે.
એવામાં રોહિત પવારે પણ અજિત પવારને વિધાનસભાની બેઠકમાં 20 જેટલી જ બેઠકો ફાળવવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે. ફક્ત એટલું જ નહીં, ભાજપ અજિત પવારને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું પણ કહી શકે તેવું રોહિત પવારે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

છેલ્લાં અમુક દિવસોમાં મહાયુતિના અન્ય પક્ષના કાર્યકરો પણ અજિત પવારનો વિરોધ કરતા રોવાનું જણાયું છે. હાલમાં જ પુણેમાં અજિત પવારનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું અને ત્યારબાદ ઇંદાપુરમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.

આ વિશે વાત કરતા રોહિત પવારે કહ્યું હતું કે અમે હંમેશા કહેતા આવ્યા છે કે ભાજપ લોકનાયકને ખતમ કરતી આવી છે અને અજિત પવારની બાબતે પણ આવું જ બનશે. આ બધુ જાણી જોઇને કરવામાં આવી રહ્યું છે. અજિત દાદાએ બધી જ બેઠકો પરથી ચૂંટણી લડવી જોઇએ. અજિત પવાર મહાયુતિમાંથી છૂટા પડવા માગે છે.

ભાજપ ફક્ત તેમનો ઉપયોગ કરવા માગે છે, તેમ રોહિત પવારે જણાવ્યું હતું. આ ઉપરાંત અજિત પવાર જૂથના 22 વિધાનસભ્ય પણ શરદ પવાર જૂથના સંપર્કમાં હોવાનું રોહિત પવારે જણાવ્યું હતું

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો