નિવૃત્ત શિક્ષકનો આત્મહત્યાનો પ્રયાસ દીકરીએ મહારાષ્ટ્ર્ના પ્રધાનના સગા સામે આંગળી ચીંધી…

લાતુર: નિવૃત્ત શિક્ષકની પુત્રીએ મહારાષ્ટ્રના એક પ્રધાનના સંબંધી પર શિક્ષકના નામે લોન લેવાનો અને તેની ચુકવણી નહીં કરવાનો આરોપ કર્યો હોવાનો એક વીડિયો એનસીપી (એસપી)ના વિધાન સભ્ય રોહિત પવારે સોમવારે શેર કર્યો છે. જોકે, સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે તેમને કોઈ ફરિયાદ મળી નથી. નિવૃત્ત શિક્ષકની ઓળખ રમાકાંત તાંદળે તરીકે થઈ હતી.
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અંબાજોગાઈની સરકારી હોસ્પિટલમાં શિક્ષકની બાજુમાં બેઠેલી દીકરી દાવો કરે છે કે ભારે માનસિક તણાવને કારણે નિવૃત્ત શિક્ષકે ઝેર પીધું હતું.1986 થી 2020 દરમિયાન લાતુર જિલ્લાના ઉજનાની એક શાળામાં રમાકાંત તાંદળે કાર્યરત હતા અને નિવૃત્તિના થોડા વર્ષ બાકી હતા ટાયરે પ્રધાનના જમાઈએ તેમના નામે લોન લીધી હતી અને એ ચૂકવવાનું વચન આપ્યું હતું.
પ્રધાનના જમાઈ લોન ચૂકવવામાં નિષ્ફ્ળ રહ્યા હતા અને પિતાને ધમકી આપી હતી એવો આરોપ કરી દીકરીએ જણાવ્યું હતું કે ‘તેણે આપેલા બનાવટી ચેક બાઉન્સ થયા હતા અને કેસ હજી પેન્ડિંગ છે. પોલીસ આત્મહત્યાના પ્રયાસમાં કેસ નોંધવાનો ઇનકાર કરી રહી છે. હતાશ થઈ મારા પિતાએ ઝેર પીધું હતું.’
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સમાં વીડિયો શેર કરી પોલીસ કેમ કાર્યવાહી નથી કરી રહી નથ એવો સવાલ કરી રોહિત પવારે જણાવ્યું હતું કે જો પોલીસ દળ માત્ર શાસક નેતાઓની સેવા કરવા અને વિરોધીઓને પરેશાન કરવા માટે અસ્તિત્વમાં છે, તો સરકારે એ બાબતનો ખુલ્લેઆમ સ્વીકાર કરવો જોઈએ.
પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર માણિક ડોકેએ જણાવ્યું હતું કે ‘હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસ કર્મચારીએ પીડિત વ્યક્તિનું નિવેદન નોંધવા માટે બે વખત હોસ્પિટલની મુલાકાત લીધી હતી, પરંતુ તે બેભાન હોવાથી એ શક્ય નહોતું બન્યું.’ (પીટીઆઈ)



