મરાઠા સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને ધાર્મિક નેતાએ કિર્તન કાર્યક્રમ રદ કર્યો

પુણે: મરાઠા સંગઠનોના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને પુણે જિલ્લાના દેહુ ખાતે વણઝારી સમુદાયના આધ્યાત્મિક નેતા નામદેવ શાસ્ત્રી દ્વારા આયોજિત ‘કીર્તન’ કાર્યક્રમનું આયોજન આયોજકોએ રદ કર્યું હતું.
આ કાર્યક્રમ સાતમી ફેબ્રુઆરીએ દેહુ નજીક શ્રી ક્ષેત્ર ભંડારા ડોંગર ખાતે યોજાવાનો હતો, જ્યાં સંત તુકારામ મહારાજનું મંદિર આવેલું છે.
આ પણ વાંચો: મરાઠા અનામત મુદ્દે સંગઠનના સભ્યોએ વલણ સ્પષ્ટ કરવાનો કર્યો અનુરોધ
મંદિરના ટ્રસ્ટીઓ અને આયોજકોના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય મરાઠા જૂથો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ અને સ્થાનિક પોલીસની ચેતવણી બાદ લેવામાં આવ્યો છે.
હાલની પરિસ્થિતિમાં મરાઠા સંગઠનો તરફથી મળેલા પત્ર અને પિંપરી-ચિંચવડ પોલીસ દ્વારા જારી કરાયેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને, અમે શ્રી નામદેવ શાસ્ત્રી દ્વારા શુક્રવારે મંદિરમાં યોજાનારા કીર્તનને રદ કરવાનો નિર્ણય લીધો છે, એમ ટ્રસ્ટી બાળાસાહેબ કાશીદે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ‘મરાઠાઓએ દેશ ચલાવ્યો છે, અનામત કેમ માગો છો?’: સમાજને કોણે કર્યો ગંભીર સવાલ?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નામદેવ શાસ્ત્રી સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાસ્ત્રીએ તાજેતરમાં રાજ્યના કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. જેમને ખંડણી કેસના આરોપી વાલ્મિક કરાડ સાથે કથિત સંબંધોને કારણે વિપક્ષ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે મુંડેને ટેકો આપવાથી મરાઠા જૂથો ગુસ્સે થયા હતા.
તલેગાંવ-દાભાડે પોલીસે મંદિર ટ્રસ્ટીઓને એક પત્ર પણ જારી કર્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો કીર્તન યોજાય તો કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન ઉભો થઈ શકે છે, મરાઠા સંગઠનના સભ્યો શાસ્ત્રીનો ચહેરો કાળો કરવાનો પ્રયાસ કરી શકે છે.