હું શિવસેનાનો બાપ છું: ભાજપના વિધાનસભ્યના નિવેદનથી મહાયુતિમાં વિવાદ | મુંબઈ સમાચાર

હું શિવસેનાનો બાપ છું: ભાજપના વિધાનસભ્યના નિવેદનથી મહાયુતિમાં વિવાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
રાજ્યની મહાયુતિ સરકારમાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપ અને શિવસેના વચ્ચે ચણભણ જોવા મળી રહી છે આ બધાની વચ્ચે ભંડારામાં કાર્યકર્તાઓના મેળાવડામાં ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા નિવેદનને પગલે મહાયુતિમાં ફરી સંબંધો તંગ થવાની સંભાવના જોવા મળી રહી છે.

ભંડારામાં કાર્યકર્તાઓના મેળાવડામાં બોલતી વખતે વિધાનસભ્ય પરિણય ફુકેએ એવું નિવેદન આપ્યું હતું કે હું શિવસેનાનો બાપ છું. જેના પછી હવે મહાયુતિમાં વિવાદ ઉભો થયો છે અને શિવસેનાના નેતાઓ અને પ્રધાનોએ પરિણય ફુકે માફી માગે એની માગણી કરી છે.

આ પણ વાંચો: ભાજપના વિધાનસભ્ય ઉવાચઃ પાટીદાર દીકરા-દીકરીને રાત્રે 10 પછી મોબાઈલ ના આપો, મોબાઈલ લઈને બેસે તો સમજો કાળાં કામ કરે છે….

ભંડારામાં યોજાયેલા મેળાવડામાં પરિણય ફુકેએ કહ્યું હતું કે, કેટલાક લોકો મારા પર આરોપો લગાવતા હતા, મારા પર આરોપો લગાવવામાં આવ્યા ત્યારે હું ચૂપ રહ્યો હતો કેમ કે જો તમારા ઘરમાં સારું થાય છે, તો તે કોણે કર્યું? ધારો કે જો કોઈ બાળક દસમું ધોરણ પાસ કરે છે, તો કહેવામાં આવે છે કે બાળકે સારું કર્યું, માતાએ સારું કર્યું. અને જો કશું ખરાબ થાય, તો કહેવામાં આવે છે કે પિતાએ કર્યું. આથી હવે મને ખાતરી થઈ ગઈ કે હું શિવસેનાનો બાપ પણ છું. કારણ કે તેઓ મને જ લક્ષ્ય બનાવી રહ્યા છે. બધા આરોપો છતાં, શક્તિભેર કાર્ય ચાલુ રાખવું જોઈએ અને પક્ષને વધારવા માટે કામ કરવું જોઈએ, એમ પરિણય ફુકેએ કહ્યું હતું. જેનાથી વિવાદ સર્જાયો છે.

દીપક કેસરકરે શું કહ્યું?

કોઈ વ્યક્તિના નિવેદનને પક્ષના નિવેદન તરીકે ન જોવું જોઈએ. પરિણય ફુકે મારા મિત્ર છે, પરંતુ જોવું પડે કે લોકોની સેવા કેવી રીતે થશે. એકનાથ શિંદેની શિવસેનાએ પરિણય ફુકે માફી માગે એવી માગણી કરી હતી. સ્થાનિક નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આવી માગણી કરી હતી.

અંબાદાસ દાનવેએ શું કહ્યું?

મને ખબર નથી કે પરિણય ફુકેએ શું કહ્યું અને તેમણે કઈ શિવસેના વિશે વાત કરી છે એમ જણાવતાં અંબાદાસ દાનવેએ વધુ કશું બોલવાનો ઈનકાર કર્યો હતો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button