નવા વર્ષે મહારાષ્ટ્રના લોકો પર નવું સંકટ: Rationના દુકાનદારો 1 જાન્યુઆરીથી અનિશ્ચિત “Srike” પર
મુંબઇ: રાજ્યમાં રાશનની દુકાન ચલાવનારા દુકાનદારોએ 1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષના પહેલાં દિવસથી જ અનિશ્ચિત મુદત માટે હડતાલની જાહેરાત કરી છે. આ હડતાલને કારણે મહારાષ્ટ્રના લોકો પર નવા વર્ષે નવું સંકટ આવવાની પરિસ્થિતી સર્જાઇ છે. વિવિધ માંગણીઓને લઇને ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇસ શોપ ડિલર્સ ફેડરેશન દ્વારા અનિશ્ચિત હડતાલ જાહેર કરવામાં આવી છે. આ હડતાલમાં અખિલ મહારાષ્ટ્ર રાજ્ય સસ્તું અનાજના દુકાનદારો અને કેરોસીન વેચવાનું લાયસન્સ ધરાવનારા વેચાણકર્તાઓ પણ જોડાશે.
મહારાષ્ટ્રમાં લગભગ 53 હજાર સસ્તા અનાજની દુકાનો છે. તેમના હક્કો અને માંગણીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર નજર અંદાજ કરતી હોવાની ટીકા મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. મહાસંઘના નિવેદનની દખલ લઇને સરકારે નાગપૂરના શિયાળું સત્રમાં આ અંગે માત્ર આશ્વાસન આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઇ ઠોસ નિર્ણય ન લેવાતાં મહાસંઘ તરફથી મજબૂરીવશ ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇસ શોપ ડિલર્સ ફેડરેસન દ્વારા 1 જાન્યુઆરીથી જાહેર કરવામાં આવેલ હડતાલમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
આ લોકોની માંગણી છે કે રાશનના દુકાનદારોને માર્જિન ઇન્કમ ગેરેંટી 50 હજાર કરો.
માર્જિન મની 300 રુપિયા કરો. ટુ જી ની જગ્યાએ 4 જી મશીન આપો. આનંદા ચા શિધા કાયમી સ્વરુપે શરુ કરી કાંદા, ચણાની દાળ, તૂવેર દાળ, મગની દાળ જેવી વસ્તુઓ રાશનની દુકાનમાં ઉપલબ્ધ કરાવો જેવી વિવિધ માંગણીઓ માટે આ હડતાલ પોકારવામાં આવી છે.