નાંદેડમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર: આરોપીને આજીવન કારાવાસ…

નાંદેડ: ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવા તેમ જ તેને ગંભીર ઇજા પહોંચાડવાના કેસમાં નાંદેડની કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ સુનીલ વેદપાઠકે ગુરુવારે આપેલા આદેશમાં માધવ રમેશ જાનોલેને સજા ઉપરાંત 50,500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને ચોકલેટ માટે પૈસા આપવાને બહાને તેને પોતાના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. એરપોર્ટ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
જજ સુનીલ વેદપાઠકે આરોપી જાનોલેને દોષી ઠેરવ્યો હતો અને જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષે આરોપી વિરુદ્ધ આરોપ પુરવાર કર્યા છે. કોર્ટે બાદમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. (પીટીઆઇ)



