રાજેશ કુમાર મહારાષ્ટ્રના નવા મુખ્ય સચિવ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

રાજેશ કુમાર મહારાષ્ટ્રના નવા મુખ્ય સચિવ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે વધારાના મુખ્ય સચિવ (મહેસૂલ) રાજેશ કુમારની નિમણૂક કરી હતી. તેઓ સોમવારે નિવૃત્ત થયેલા સુજાતા સૌનિકનું પદ સંભાળશે.

સામાન્ય વહીવટ વિભાગના એસીએસ (સેવાઓ) વી. રાધા દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, તેઓ એડિશનલ ચીફ સેક્રેટરી (રેવન્યુ)નો પદભાર સંભાળવાનું ચાલુ રાખશે.

1988 બેચના આઇએએસ અધિકારી કુમારે બીડ જિલ્લા પરિષદના સીઈઓ અને ધારાશિવ અને જલગાંવ જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપી છે.

તેઓ 2020થી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે.

રાજેશ કુમાર 31 ઓગસ્ટે નિવૃત્ત થશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button