દૌંડના યવત ગામમાં તણાવ અંગે ફડણવીસે શું કહ્યું?

દૌંડના યવત ગામમાં તણાવ અંગે ફડણવીસે શું કહ્યું?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પુણે જિલ્લાના દૌંડ તાલુકામાં આવેલા યવત ગામમાં બે જૂથો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને તેને કારણે મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. યવતમાં બનેલી ઘટના પર બોલતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મેં આ ઘટનાની માહિતી લીધી છે. આ તણાવ એટલા માટે સર્જાયો કારણ કે એક બહારની વ્યક્તિએ એવું સ્ટેટસ પોસ્ટ કર્યું હતું કે એક પુજારીએ બળાત્કાર કર્યો હતો.

આને કારણે લોકો રસ્તા પર આવી ગયા હતા અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બંને સમુદાયના લોકોને સાથે બેસાડીને તણાવ ઘટાડવાનું કામ ચાલી રહ્યું છે. જાણી જોઈને આવો તણાવ પેદા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

યવતના વાઈરલ થયેલા કેટલાક વીડિયોના મુદ્દા પર બોલતા, ફડણવીસે કહ્યું કે હવે યવતમાં શાંતિ છે. આપણે જોવું પડશે કે જે વીડિયો સામે આવ્યા છે તે યવતના છે કે બહારના. આવા કિસ્સાઓમાં બહારના વીડિયો બતાવવામાં આવતા હોય છે. આની તપાસ કરવામાં આવશે. હું લોકોને શાંતિ જાળવવા અને કાયદો પોતાના હાથમાં ન લેવાની અપીલ કરું છું.

કમનસીબ બનાવ: જિતેન્દ્ર આવ્હાડ
દૌંડના બનાવ અંગે બોલતાં એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે આ કમનસીબ બનાવ છે. એવા વિસ્તારોમાં તણાવ ઉભો થયો છે જ્યાં ક્યારેય સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો નથી. રાજકીય લાભ માટે મહારાષ્ટ્રની સંવાદિતા બગાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ નિંદનીય છે. તણાવ શાંત કરવા માટે નેતાઓ જવાબદાર છે, પરંતુ વર્તમાન નેતાઓ સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button