પુણે શહેરમાં દરગાહ તોડવાની અફવા બાદ તણાવ, વિસ્તારમાં શાંતિ જાળવવા પોલીસ તહેનાત
પુણે: પુણે શહેરમાં શુક્રવારે મધ્યરાત્રિ રાતથી એક અફવા પસરતા તણાવપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. પુણે શહેરમાં પરિસ્થિતિ વકરતા મોટા પ્રમાણમાં પોલીસ દળ ઊભું કરવાની સાથે પોલીસોની છુટ્ટી પણ રદ કરવામાં આવી હતી. કસબા પેઠમાં આવેલા સલાઉદ્દીન દરગાહના ગેરકાયદે બાંધકામને તોડવામાં આવશે એવી અફવા પસરતા શહેરમાં હંગામો મચ્યો હતો. તેમ જ વિસ્તારમાં કોઈ હિંસા ન ફાટી નીકળે તે માટે પોલીસ ટીમને તહેનાત કરી અફવા ફેલાવનારની શોધ ચાલી રહી છે.
કસબા પેઠમાં આવેલી સલાઉદ્દીન દરગાહ પર કાર્યવાહી કરી તેને તોડી પાડવામાં આવશે એવી અફવા ફેલાઈ હતી, ત્યારબાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જમા થઈ ગયા હતા. આ વાત પોલીસના ધ્યાનમાં આવતા આખા વિસ્તારની નાકાબંધી કરવાની સાથે મોટી સંખ્યામાં પોલીસ દળને તહેનાત કરી પરિસ્થિતિને કાબૂમાં લાવી હતી એવી માહિતી એક અધિકારીએ આપી હતી.
આ ઘટના બનતે પોલીસે કહ્યું હતું કે પુણે શહેરના પોલીસ કમિશનરે શનિવારે મુસ્લિમ સમાજના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરીને આ અફવા ફેલાવનાર વ્યકતીની શોધ શરૂ કરી છે. આ અફવા ફેલાતા મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારમાં જમા થતાં થોડા સમય સુધી તણાવ નિર્માણ થયો હતો.
પોલીસ દ્વારા હાલની સ્થિતિને કાબૂમાં લાવવામાં આવી છે અને નાગરિકોને કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરતાં તેમને શાંતિ રખવાનું આવાહન કર્યું કરવામાં આવ્યું છે. પુણે શહેરમાં આ અફવાને લીધે તણાવ નિર્માણ થતાં પુણે પોલીસ અધિકારીઓ અને કર્મીઓની રજા રદ કરવામાં આવી છે અને તેમને શહેરમાં શાંતિ જાળવી રાખવાની જિમ્મેદારી સોંપવામાં આવી છે.