મહારાષ્ટ્ર

આજનું વિશ્વ ગઠબંધન રાજકારણ જેવું છે, ભારતે ચપળ રહેવું જોઈએ: જયશંકર…

પુણે: વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે કહ્યું કે વૈશ્ર્વિક રાજકીય પરિસ્થિતિ ‘ગઠબંધન રાજકારણ’ જેવી છે જેમાં સતત બદલાતી ગોઠવણીઓ છે અને ભારતે ચપળ રહીને પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તેઓ પુણે સાહિત્ય મહોત્સવમાં ‘ડિપ્લોમસી ટુ ડિસકોર્સ’ વિષય પર નેશનલ બુક ટ્રસ્ટના ડિરેક્ટર યુવરાજ મલિક સાથે વાતચીત કરી રહ્યા હતા.

‘આપણા દેશમાં, ગઠબંધન રાજકારણનો યુગ હતો. આજે દુનિયા ગઠબંધન રાજકારણ જેવી છે. કોઈની બહુમતી નથી. કોઈ પણ ગઠબંધનને બહુમતી નથી. તેથી જે થઈ રહ્યું છે તે એ છે કે સતત સંયોજનો રચાય છે, સોદા થાય છે, કોઈ ઉપર છે, કોઈ નીચે છે. આ સંપૂર્ણપણે બહુધ્રુવીય વિશ્ર્વ છે જ્યાં બહુવિધ ભાગીદારો છે,’ એમજયશંકરે કહ્યું હતું.

આ પ્રવાહી પરિસ્થિતિનો સામનો કરવાનો તેમનો મંત્ર એ હતો કે ભારતના હિતોને શું મદદરૂપ થઈ શકે છે તે પસંદ કરવું.
‘આપણે ખૂબ જ ચપળ રહેવું પડશે. ક્યારેક, તમે એક મુદ્દા પર કોઈની સાથે હોવ છો અને બીજા મુદ્દા પર બીજા સાથે. આ બધા સમયે મારો એક જ સિદ્ધાંત છે – મારા દેશને શું મદદરૂપ થઈ રહ્યું છે. જે કંઈ મારા દેશને મદદ કરે છે, તે મારી પસંદગી હશે,’ એમ તેમણે કહ્યું હતું.

આ સાહિત્ય મહોત્સવનું આયોજન પુણેમાં ચાલી રહેલા પુસ્તક મહોત્સવના ભાગરૂપે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…વિદેશ મંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન, અમેરિકા અને ચીનની નવી શરતોથી વૈશ્વિક અસ્થિરતા

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button