મહારાષ્ટ્ર

પુણે પોર્શે કાર અકસ્માત:સસૂન હૉસ્પિટલના બે ડૉક્ટર અને,કર્મચારીને 14 દિવસની અદાલતી કસ્ટડી

પુણે: પોર્શે કાર અકસ્માત પ્રકરણમાં ધરપકડ કરાયેલા સસૂન હૉસ્પિટલના બે ડૉક્ટર, એક કર્મચારી અને મધ્યસ્થી કરનારાને શુક્રવારે પુણે કોર્ટે 14 દિવસની અદાલતી કસ્ટડી ફટકારી હતી.

પુણેના કલ્યાણી નગરમાં નશામાં ચૂર ટીનએજરે પોર્શે કાર ચલાવી બાઈકને ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈકસવાર મધ્ય પ્રદેશના બે સોફ્ટવેર એન્જિનિયરનાં મૃત્યુ થયાં હતાં.

આ કેસમાં ધરપકડ કરાયેલા સસૂન જનરલ હૉસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. અજય તાવરે, ડૉ. શ્રીહરિ હાલનોર અને અતુલ ઘાટકાંબળે તેમ જ અમર ગાયકવાડને શુક્રવારે એડિશનલ સેશન્સ જજ વી. આર. કચરેની કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : પુણે પોર્શે કાર અકસ્માત:ટીનએજરના પિતા-દાદા વિરુદ્ધ આત્મહત્યા,માટે પ્રવૃત્ત કરવાનો પણ ગુનો નોંધાયો

અકસ્માત વખતે ટીનએજર દારૂના નશામાં ન હોવાનું પુરવાર કરવા માટે તેનાં બ્લડ સૅમ્પલ માતાનાં બ્લડ સૅમ્પલ સાથે બદલી નાખવામાં આવ્યાં હતાં. આ અદલાબદલીના કાવતરામાં તાવરે, હાલનોર અને ઘાટકાંબળેની સંડોવણી હોવાનું તપાસમાં જણાયું હતું.

પોલીસના કહેવા મુજબ ગાયકવાડે આરોપી ડૉક્ટર્સ અને ટીનએજરના પિતા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ