પોર્શે કારનું તેમના પ્રતિનિધિઓએ ટેક્નિકલ ઇન્સ્પેક્શન કર્યું
પુણે: પુણેમાં બે નિર્દોષને અડફેટે લેનારી પોર્શે કારનું ટેક્નિકલ ઇન્સ્પેક્શન કરવા માટે તેમના પ્રતિનિધિઓની ટીમ સોમવારે યેરવડા પોલીસ સ્ટેશને પહોંચી હતી.
ટીનેજરે ઇલેક્ટ્રિક લકઝરી સ્પોટર્સ સેડાન પોર્શે ટાયકેન ચલાવીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં અનિશ અવધિયા અને અશ્ર્વિની કોસ્ટાનાં મોત થયાં હતાં.
અકસ્માત બાદ કાર પોલીસે જપ્ત કરી હતી અને તેને પોલીસ સ્ટેશનના પરિસરમાં રાખવામાં આવી હતી. પોર્શેના પ્રતિનિધિઓએ સોમવારે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)ના અધિકારીઓ સાથે યેરવડા પોલીસ સ્ટેશન ગયા હતા અને તેમણે કારનું ટેક્નિકલ ઇન્સ્પેક્શન કર્યું હતું, એમ આરટીઓના અધિકારી સંજીવ ભોઇરે કહ્યું હતું.
આ પણ વાંચો : પુણેમાં કાર અકસ્માત: કોર્ટે અપહરણના કેસમાં ટીનેજરના પિતાની કસ્ટડી લેવાની પોલીસને મંજૂરી આપી
મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભીમનવારે અગાઉ જણાવ્યું હતું કે બેંગલુરુના ડીલરે માર્ચમાં કાર આયાત કરી હતી, જ્યાંથી હંગામી રજિસ્ટ્રેશન પર મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી હતી. માલિક દ્વારા રૂ. 1,758 ફી ભરી ન હોવાથી કાયમી રજિસ્ટ્રેશન રદ થયું હતું. (પીટીઆઇ)