પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા સહિત ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી

પુણે: પુણેમાં બે સોફ્ટવેર એન્જનિયરનો ભોગ લેનાર પોર્શે કાર અકસ્માત કેસમાં ટીનેજરનાં માતા-પિતા સહિત ત્રણ આરોપીને શુક્રવારે સેશન્સ કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં એડિશનલ સેશન્સ જજે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
અકસ્માત વખતે ટીનેજર દારૂના નશામાં નહોતો એવું દર્શાવવા તેના લોહીના નમૂના બદલવા બદલ ટીનેજરના પિતા વિશાલ અગ્રવાલ અને માતા શિવાનીની ધરપકડ કરાઇ હતી, જ્યારે અગરવાલ અને સસૂન હોસ્પિટલના ડોક્ટરો વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવવા બદલ અશફાક માકંદરની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા, અન્ય આરોપીઓની પોલીસ કસ્ટડી 14 જૂન સુધી લંબાવાઇ
ત્રણેયની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેમને કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં પોલીસે અશફાક માકંદરની વધુ ત્રણ દિવસની પોલીસ કસ્ટડીની માગણી કરી હતી, જેનો બચાવપક્ષના વકીલે વિરોધ કર્યો હતો. બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ત્રણેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઇ)