Pune Porsche Accident: એ Blood Sample કોના ? સામે આવી ચોંકાવનારી માહિતી

પુણેઃ પુણે પોર્શ કાર એક્સિડન્ટ (Pune Porsche Accident) કેસમાં દરરોજ કોઈને કોઈ નવા નવા ખુલાસા થતાં રહે છે અને હવે આવો જ એક ચોંકાવનારો ખુલાસો આજે થયો છે. જો તપાસ માટે મોકલવામાં આવેલા બ્લડ સેમ્પલ સગીરવયના આરોપીના નહોતા તો કોના હતા એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પુણેની સસુન હોસ્પિટલના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના વડા ડો. અજય તાવરેના આદેશ બાદ ડો. શ્રીહરિ હળનોરે એક મહિલાનું બ્લડ સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલાવ્યું હતું.
કલ્યાણી નગરમાં થયેલાં આ બહુચર્ચિત એક્સિડન્ટ પ્રકરણે દરરોજ કોઈને કોઈ નવા નવા ખુલાસા થતાં હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુણે પોલીસ દ્વારા પુણે સસુન હોસ્પિટલના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના વડા ડો. અજય તાવરે અને ડો. શ્રીહરિ હળનોરની બ્લડ સેમ્પલ બદલવા અને પુરાવાઓ નષ્ટ કરવાના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
હવે આ બધા વચ્ચે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે જો ટેસ્ટ માટે મોકલવામાં આવેલા નમૂના સગીર વયના આરોપીના નહોતા તો પછી કોના હતા. અત્યાર સુધી આ મામલે કોઈ પણ સ્પષ્ટતા કે માહિતી આપવામાં આવી નહોતી પરંતુ હવે આ મામલે પણ ખુલાસો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : MPમાં સુનાવણી કરો, પુણે પોર્શે કાર અકસ્માતમાં માર્યા ગયેલા એન્જિનિયરોના પરિવારની માગ
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડો. તાવરેના આદેશ બાદ ડો. હળનોરે બે વયસ્ક વ્યક્તિના બ્લડ સેમ્પલ કલેક્ટ કર્યા હતા અને આ સિવાય એક મહિલા તેમ જ એક અલ્પવયીન છોકરાના બ્લ્ડ સેમ્પલ પણ કલેક્ટ કર્યા હતા. આ જ બ્લડ સેમ્પલને સગીર વયના આરોપીના બ્લડ સેમ્પલ તરીકે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા.
પુણેમાં શ્રીમંત બાપના નબીરા દ્વારા કરવામાં આવેલા આ કાંડની ચર્ચા રાજ્યમાં ખૂબ જ જોરશોરથી થઈ રહી છે અને આને કારણે રાજકીય માહોલમાં પણ ગરમાગરમી જોવા મળી રહી છે.