મહારાષ્ટ્ર

મધ્ય પ્રદેશના ગામમાં શસ્ત્રો બનાવતા યુનિટ્સનો પુણે પોલીસે કર્યો પર્દાફાશ: 47 જણની અટકાયત

પુણે: પુણે પોલીસે શનિવારે મધ્ય પ્રદેશના બરવાની જિલ્લામાં ઉમર્તી ગામમાં શસ્ત્રો બનાવવાનાં ગેરકાયદે યુનિટ્સમાં વ્યાપર દરોડા પાડ્યા હતા, જેમાં અનધિકૃત શસ્ત્રો અને સામગ્રી જપ્ત કરીને 47 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચાર ફેક્ટરીને તોડી પાડવામાં આવી હતી અને બે પિસ્તોલ, પાંચ મેગેઝિન તથા શસ્ત્રોનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીઓ જપ્ત કરવામાં આવી હતી.

પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારી-કર્મચારીઓની 105 સભ્યની ટીમ અને વાયરલેસ, ડ્રોન, સર્વેલન્સ તથા સાયબર વિભાગના અધિકારીઓ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.

આ પણ વાંચો : સગીરાની છેડતી કરનારા શખસની કરી હત્યા: ત્રણ કિશોરની અટકાયત

ડેપ્યુટી પોલીસ કમિશનર સોમય મુંડેની આગેવાની હેઠળની ટીમે પુણેથી આશરે 500 કિ.મી. દૂર મધ્ય પ્રદેશના ઉમર્તી ગામમાં દરોડા પાડ્યા હતા અને 47 લોકોની અટકાયત કરાઇ હતી, જ્યારે ચાર ફેક્ટરીને તોડી પાડવામાં આવી હતી. અમે બે પિસ્તોલ, ચાર ખાલી કારતૂસ, પાંચ મેગેઝિન, બે જીવંત કારતૂસ, 100 રૉ બેરલ અને 14 ગ્રાઇન્ડિંગ મશીન જપ્ત કર્યાં હતાં. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button