પુણે પાર્ટી પર રેઇડના વીડિયો પોલીસે લીક નથી કર્યા: પોલીસ કમિશનર | મુંબઈ સમાચાર

પુણે પાર્ટી પર રેઇડના વીડિયો પોલીસે લીક નથી કર્યા: પોલીસ કમિશનર

પુણે: પોતાના જમાઇને દેખાડતા પુણે રેવ પાર્ટી પર રેઇડના વીડિયો પોલીસે લીક કર્યા હોવાના રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેના આક્ષેપોને પોલીસ કમિશનર અમિતેષ કુમારે મંગળવારે ફગાવી દીધા હતા.

પોલીસની કાર્યવાહી પર શંકા વ્યક્ત કરવાનું કોઇ કારણ નથી. સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે અને કાયદા મુજબ કરવામાં આવી હતી, એમ કુમારે કહ્યું હતું.

આ પણ વાંચો: રેવ પાર્ટીના કેસમાં ખડસેના જમાઈની ધરપકડ શંકાસ્પદ: સંજય રાઉત

પુણેના ખરાડી વિસ્તારમાં આવેલા સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં રેવ પાર્ટી પર પુણે ક્રાઇમ બ્રાન્ચે રવિવારે મળસકે ત્રણ વાગ્યે રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન ત્યાંથી કોકેઇન, ગાંજો, હુક્કા સેટ અપ્સ તથા દારૂની બોટલો જપ્ત કરી હતી. આ પ્રકરણે એકનાથ ખડસેના જમાઇ પ્રાંજલ ખેવલકર સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાન એકનાથ ખડસેએ દાવો કર્યો હતો કે પોલીસે રેઇડના વીડિયો અને પ્રાંજલ ખેવલકરના અંગત ફોટા લીક કર્યા હતા.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ‘પોલીસ કાર્યવાહી પર શંકા કરવાનું કોઇ કારણ નથી. આ કેસમાં પોલીસ દ્વારા કોઇ માહિતી જાહેર કરાઇ નથી. પોલીસે વીડિયો કે ફોટા લીક નથી કર્યા.’ ખેવલકરની ગતિવિધિઓ પર પોલીસે નજર રાખી હતી તેવા આરોપ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે પોલીસને ચોક્કસ માહિતી મળ્યા બાદ પાર્ટી પર રેઇડ પાડવામાં આવી હતી.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button