પુણેમાં મોટરબાઇકના શોરૂમમાં લાગી ભીષણ આગ: 60 વાહનો સળગી ગયાં | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

પુણેમાં મોટરબાઇકના શોરૂમમાં લાગી ભીષણ આગ: 60 વાહનો સળગી ગયાં

પુણે: પુણેમાં મોટરબાઇક શોરૂમ-કમ-સર્વિ સેન્ટરમાં સોમવારે આગ લાગતાં 60 જેટલાં વાહન સળગી ગયાં હતાં.
સોમવારે રાતે શોરૂમમાં આગ લાગ્યા બાદ ધુમાડાને કારણે એક વ્યક્તિ અંદર ફસાઇ ગઇ હતી, જેને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

પુણેના તારાબાગ વિસ્તારમાં બંડગાર્ડન રોડ પર આવેલી ત્રણ માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર સોમવારે રાતે 8.30 વાગ્યે આગ લાગી હતી, જ્યાં ટીવીએસ શોરૂમ અને સર્વિસ સેન્ટર છે.

આ પણ વાંચો: થાણેમાં કેફે શોપમાં ભીષણ આગ: ૩૫ને બચાવ્યા…

આગની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ફાયર ટેન્ડર અને વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી અને અનેક વાહનો સળગી રહ્યાં હતાં. ધુમાડાને કારણે એક વ્યક્તિ અંદર ફસાઇ ગઇ હતી, જેને બાદમાં બહાર કાઢવામાં આવી હતી, એમ અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું.

જવાનોએ પાણીનો મારો ચલાવીને અડધો કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં 60 વાહનો સળગી ગયાં હતાં, જેમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનો પણ સમાવેશ હતો. કેટલાકં વાહનોને અહીં રિપેરિંગ માટે લાવવામાં આવ્યાં હતાં. આગમાં વાહનો સાથે ઇલેક્ટ્રિક વાયરિંગ, મશીનરી, બેટરી, સ્પેર પાટર્સ, કમ્પ્યુટર, ફર્નિચર અને દસ્તાવેજો પણ બળી ગયાં હતાં. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button