મહારાષ્ટ્ર

Pune metro: પુણેના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ: મેટ્રો આપશે ‘એક પુણે વિદ્યાર્થી પાસ’

પુણે: હવે વિદ્યાર્થીઓની મુસાફરીની ચિંતા મહદઅંશે દૂર થઇ છે. પુણે મેટ્રો દ્વારા હવે વિદ્યાર્થીઓને ખાસ પાસ આપવામાં આવનાર છે. પુણે મેટ્રો દ્વારા હાલમાં જ એક પુણે વિદ્યાર્થી પાસની જાહેરાત કરી છે. તેથી હવે વિદ્યાર્થીઓની મુસાફરી સહેલી બનશે. પુણે મેટ્રો શરુઆતમાં વિદ્યાર્થીઓને 10 હજાર કાર્ડ મફત આપવાની છે. આ પાસ કઢાવનાર વિદ્યાર્થીઓને પુણે મેટ્રોની તમામ ટ્રેનમાં 30 ટકા કન્સેશનનો ફાયદો થશે. એમ પુણે મેટ્રોના અધિકારીએ જણાવ્યું હતું.

પુણે મેટ્રોનો પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓ https://customerportal.hdfcbankonepune.in/ આ લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અથવા તો QR કોડ સ્કેન કરી શકે છે. અને કોઇ પણ સ્ટેશન પરથી કાર્ડ મેળવી શકે છે.
આ પાસ HDFC બેન્કનું નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) પ્રીપેડ કાર્ડ હશે. આ પાસ વિદ્યાર્થીઓની મુસાફરી સહેલી બનાવવા માટે છે. જેને કારણે તેઓ કેશલેસ ટ્રાન્સેક્શન કરી શકશે. આ કાર્ડ માટે 13 વર્ષની ઉમંર મર્યાદા રાખવામાં આવી છે. 13 વર્ષથી ઓછી ઉમંર ધરાવનારા વિદ્યાર્થીઓને આ કાર્ડ નહીં મળે.


13 થી 16 વર્ષના વિદ્યાર્થીઓ જેમનું પેન કાર્ડ નથી તેઓ ઇ-ફોર્મ ભરીને આ કાર્ડ મેળવી શકશે. આ કાર્ડ માટે આધાર કાર્ડના છેલ્લાં ચાર ડિજીટની જરુર પડશે. કાર્ડ માટે યુનિવર્સીટીનું અધિકૃત ઓળખપત્ર અથવા તો અથવા તો ચાલુ શેક્ષણિક વર્ષનું બોનાફાઇડ સર્ટિફીકેટ જરુરી હશે. આ કાર્ડની વેલીડીટી ત્રણ વર્ષની હશે. પહેલાં 10 હજાર વિદ્યાર્થીઓને આ પાસ મફત મળશે. ત્યાર બાદ કાર્ડની કિંમત 150 રુપિયા હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress