મહારાષ્ટ્ર

પુણે જમીન ‘કૌભાંડ‘માં મહિલાનું નામ: પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા માટે હાજર થવાનું કહેવાયું

પુણે: રાજ્યમાં હાલ ગાજી રહેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારને સંડોવતા 300 કરોડના જમીન કૌભાંડમાં હવે શીતલ તેજવાનીને પોલીસે સમન્સ પાઠવ્યા છે. શીતલને આ મામલામાં પોતાનું નિવેદન નોંધાવવા માટે પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવાયું છે.

પુણેના મુંઢવા વિસ્તારમાં 40 એકરના સરકારી પ્લોટનો આ સોદો વિવાદ બાદ હવે રદ કરવામાં આવ્યો છે. આ પ્લોટની પાવર ઓફ એટર્ની શીતલ તેજવાની પાસે હતી, જે બાદમાં પાર્થ પવારની કંપની અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપીને વેચવામાં આવી હતી.

આ સોદામાં શીતલનું નામ આવ્યા બાદ તે ગાયબ થઇ ગઇ હતી. હવે આ પ્રકરણની તપાસ શરૂ કરાઇ હોવાથી શીતલને પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

આપણ વાચો: ડુમસ જમીન કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, ભાગેડુ અનંત પટેલની ધરપકડ

ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના કાર્યાલય દ્વારા આ પ્રકરણમાં એફઆઇઆર દાખલ કરાયો છે, જેમાં અમેડિયા એન્ટરપ્રાઇઝીસના સહ-ભાગીદાર દિગ્વિજય પાટીલ, શીતલ તેજવાની તેમ જ સબ-રજિસ્ટ્રાર આર.બી. તરુના નામ છે, જેમની વિરુદ્ધ ઉચાપત અને છેતરપિંડીનો આરોપ છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શીતલને નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ તેના મુંબઈના નરીમાન પોઇન્ટ વિસ્તારના કાર્યાલયમાં આપવામાં આવી હતી, જ્યારે પિંપરી-ચિંચવડ વિસ્તારમાં તેના ઘરે પણ નોટિસ જારી કરવામાં આવી છે. શીતલને તેની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button