પુણેમાં ઘરની માલિકીનો વિવાદ: બહેનની હત્યા બાદ મૃતદેહના ટુકડા કરી નદીમાં ફેંક્યા: ભાઇ-ભાભીની ધરપકડ

પુણે: પુણેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા ઘરની માલિકીના વિવાદમાં 48 વર્ષની બહેનની હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરીને નદીમાં ફેંકવા બદલ ભાઇ-ભાભીની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે શનિવારે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અશફાક ખાન અને તેની પત્ની હમીદા ખાન તરીકે થઇ હતી.
પોલીસેને ખર્ડી વિસ્તારમાં મુથા નદીના પટ પર 26 ઑગસ્ટે હાથ-પગ અને માથા વિનાનું મહિલાનું ધડ મળી આવ્યું હતું, જેને હોસ્પિટલમાં મોકલાયા બાદ પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ સકીના ખાન (48) તરીકે થઇ હતી.
જોઇન્ટ પોલીસ કમિશનર રંજનકુમાર શર્માએ જણાવ્યું હતું કે મુથા નદીના પટ પર અમને મહિલાનું ધડ મળી આવ્યું હતું. શરીર પર કપડાં નહોતાં. પુરાવા નષ્ટ કરવા માટે આરોપીઓએ મહિલાના શરીરના ટુકડા કર્યા હતા અને નદીમાં ફેંક્યા હતા.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે શિવાજીનગર સ્થિત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા ઘરની માલિકીને લઇ સકીના અને તેના ભાઇ અશફાક વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
આ પણ વાંચો :પુણેમાં વિરોધ પ્રદર્શનઃ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવા બદલ ૩૦૦ સામે ગુનો નોંધાયો
દરમિયાન સકીના અચાનક ગુમ થઇ હતી અને પોલીસે તેના ભાઇ અને ભાભીને શંકાને આધારે તાબામાં લીધાં હતાં.
બંનેએ ગળું દબાવીને સકીનાની હત્યા કરી હતી અને બાદમાં તેના શરીરના ટુકડા કર્યા હતા, જેને નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. દંપતી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (હત્યા) અને 238 (પુરાવા નષ્ટ કરવા) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ