પુણેના ભાગેડુ ગેન્ગસ્ટર નીલેશ ઘાયવડ સામે એમસીઓસીએ લગાવાયો

પુણે: પુણે પોલીસે ભાગેડુ ગેન્ગસ્ટર નીલેશ ઘાયવડ વિરુદ્ધ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લગાવ્યો છે, જેની સામે અનેક કેસ પેન્ડિંગ છે.
પુણેના કોથરુડ વિસ્તારમાં ઘાયવડના સાગરીતોએ સપ્ટેમ્બરમાં રોડ રેજની ઘટના બાદ એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો, જ્યારે બીજા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ઘાયવડ સામે હત્યા, ખંડણી, હુમલો કરવો, ગેરકાયદે શસ્ત્રો રાખવા (આર્મ્સ એક્ટ) સહિત અનેક ગંભીર ગુના દાખલ છે. તેણે ગેરકાયદે પાસપોર્ટ પણ મેળવ્યો હતો.
આ પણ વાંચો: પુણે પોલીસે ભાગેડુ ગેંગસ્ટર ઘાયવડને ડિપોર્ટ કરવા યુકેની મદદ માગી
કોથરુડ પોલીસે બુધવારે નીલેશ ઘાયવડ સામે એમસીઓસીએની જોગવાઇઓ લાગુ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ભારતમાં બ્રિટિશ હાઇ કમિશને ગયા મહિને પુષ્ટિ આપી હતી કે ઘાયવડ ‘વિઝિટર’ વિઝા પર લંડનમાં છે. પોલીસે અગાઉ જણાવ્યું હતું કે ઘાયવડનો પાસપોર્ટ રદ કરવા માટે યુકે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પુણેનો ગેન્ગસ્ટર પાસપોર્ટ મેળવીને વિદેશ જતો રહ્યો: પોલીસે તપાસ શરૂ કરી…
ઘાયવડ યુનાઇટેડ કિંગડમમાં હોવાની શંકાને આધારે પુણે પોલીસે બ્રિટિશ હાઇ કમિશનનો સંપર્ક સાધ્યો હતો અને ઘાયવડને ડિપોર્ટ કરવાની માગણી કરી હતી. ઘાયવડ ગેરકાયદે પાસપોર્ટ મેળવી વિદેશ ભાગી ગયો હતો, એવું માનવામાં આવે છે. પુણે પોલીસે ઘાયવડ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરી હતી અને ઇન્ટરપોલ દ્વારા બ્લ્યુ કોર્નર નોટિસની માગણી કરી છે.
(પીટીઆઇ)



