મહારાષ્ટ્ર

પુણેમાં ત્રણ વર્ષમાં શ્વાન કરડવાના ૬૫,૦૦૦ કેસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પુણે શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં શ્ર્વાન દ્વારા કરડવાના ૬૫,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે અને છેલ્લા ત્રણ વર્ષમાં એક લાખથી વધુ શ્ર્વાનનું વંધ્યીકરણ કરવામાં આવ્યું હોવાનું રાજ્યના પ્રધાન ઉદય સામંતે શુક્રવારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.

ગુરુવારે ભાજપના સભ્ય અમિત ગોરખેએ વિધાન પરિષદમાં પુણે અને પિંપરી-ચિંચવડમાં રખડતા શ્ર્વાન લોકોમાં ડર વધી રહ્યો છે અને તેની સાથે કામ કરતી ઍજન્સીને લગતો મુદ્દો ઉઠાવ્યો હતા. તેનો જવાબ આપતા ઉદય સામંતે જણાવ્યું હતું કે ૨૦૦૨માં પુણેમાં શ્ર્વાન કરડવાના ૧૬,૫૬૯ કેસ નોંધાયા હતા.

આપણ વાંચો: આ રાજ્યમાં કૂતરા કરડવાના કિસ્સામાં 200 ગણો વધારો, રોજ 600 લોકો શિકાર બને છે

તો ૨૦૨૩ની સાલમાં ૨૨,૯૪૫ અને ૨૦૨૪માં ૨૫,૮૯૯ કેસ નોંધાયા હતા. પુણે મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦૨૨-૨૩માં ૯,૬૬૩, ૨૦૨૩-૨૪માં ૨૬,૦૦૦ તો ૨૦૨૪-૨૫માં ૫૬,૫૧૧ શ્ર્વાનનું વંધ્યીકરણ કરવામાં આવ્યું હોવાની માહિતી તેમણે વિધાનપરિષદમાં આપી હતી.

રાજ્યમાં રખડતા શ્ર્વાનના નાગરિકોને કરડવાના બનાવ વધી રહ્યા છે ત્યારે શ્ર્વાનની વસતીને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને પગલા લેવાાં આવી રહ્યા છે, તે મુજબ વંધ્યીકરણ કરવા તેમ જ રેબિઝ વિરોધી રસી આપવા પર રાજ્યમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.

એ સાથે જ મુંબઈના ધોરણની માફક જ પાળેલા શ્ર્વાન માટે લાઈસન્સ લેવાનો નિયમ સમગ્ર રાજ્યમાં અમલમાં લાવવા માટે રાજ્ય સરકાર વિચાર કરી રહી હોવાનું પણ તેમણે વિધાન પરિષદમાં કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button