Pune Porsche Accident: અડધી રાત્રે પોલીસ સ્ટેશન દોડેલા MLAએ આપ્યો આવો ખુલાસો

પુણેઃ મધ્ય પ્રદેશના વતની અને પુણેમાં રહી કામ કરતા બે યુવાન એન્જિનિયર્સને કચડી નાખનારા પુણેના નબીરા વેદાંતના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. એક તરફ જુવેનાઈલ બોર્ડ તરફ આંગળી ચીંધાઈ રહી છે તો હવે લોકોની રડારમાં રાત્રે 3 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને ઘેરાયેલા ધારાસભ્ય પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્યનો ખુલાસો આવ્યો છે, પણ લોકોને તે ગળે ઉતરતો નથી.
ધારાસભ્ય સુનિલ ટિંગ્રેએ કહ્યું કે મેં હંમેશા પબ અને બાર સામે વિરોધ નોંધાવ્યો છે. રાજકારણમાં આવતા પહેલા હું વિશાલ અગ્રવાલ (વેદાંતના પિતા) સાથે કામ કરતો હતો. આ તેની અને મારી વચ્ચેનો સંબંધ છે. પુણે પોર્શ કાર અકસ્માતમાં ધારાસભ્ય સુનીલ ટિંગ્રે પર આરોપીને બચાવવાનો આરોપ છે.
Read More: પુણે કાર અકસ્માત: દાદાએ ખરાબ સંગતથી દૂર રાખવાની ખાતરી
અજિત પવારની આગેવાની હેઠળના NCP ધારાસભ્ય સુનીલ ટિંગ્રે 19 મેની રાત્રે યરવડા પોલીસ સ્ટેશનમાં હાજર હતા. વિપક્ષના મતે ટીંગ્રે પોલીસ પર દબાણ બનાવી રહ્યો હતો. આ આરોપો પર સુનીલ ટિંગ્રેએ સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે સવારે 3:21 વાગ્યે મારા પીએનો ફોન આવ્યો કે મોટો અકસ્માત થયો છે. આ પછી મને વિશાલ અગ્રવાલના ફોન પણ આવ્યો.
વિશાલ અગ્રવાલે જણાવ્યું કે મારા પુત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો. આ પછી હું પોલીસ સ્ટેશન પહોંચ્યો. પછી પોલીસે મને જાણ કરી. આ પછી મેં પોલીસને કાયદા મુજબ કાર્યવાહી કરવાનું કહ્યું. મેં મૃતકના પરિવારજનો સાથે પણ વાત કરી.
સુનિલ ટિંગ્રેએ કહ્યું કે મેં હંમેશા પબ અને બારનો વિરોધ કર્યો છે. રાજકારણમાં આવતા પહેલા હું વિશાલ અગ્રવાલ સાથે કામ કરતો હતો. આ તેની અને મારી વચ્ચેનો સંબંધ છે. મેં મૃતકના પરિવારને મદદ કરી. હું પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જોવાની પણ માગણી તેણે કરી હતી.
પુણેની એક કોર્ટે મંગળવારે આ કેસમાં ત્રણ આરોપી – એક બાર માલિક અને બે રેસ્ટોરન્ટ મેનેજરને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. અહીં સગીર આરોપીએ તેના મિત્રો સાથે બેસીને દારૂ પીધો હતો, ત્યાર બાદ તે કારમાં બેસીને નીકળી ગયો હતો. આરોપી, કોસી રેસ્ટોરન્ટના માલિકના પુત્ર નમન પ્રહલાદ ભૂતડા, તેના મેનેજર સચિન કાટકર અને બ્લેક ક્લબ હોટલના મેનેજર સંદીપ સાંગલેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસે સાત દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. પોલીસે દલીલ કરી હતી કે આરોપીની માલિકીના અથવા સંચાલિત બાર-રેસ્ટોરન્ટે આરોપી છોકરા અને તેના મિત્રોને તેમની નાની ઉંમર (કાયદેસર રીતે પીવાની ઉંમર 21 વર્ષ છે)ની ચકાસણી કર્યા વિના દારૂ પીરસ્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે તેઓએ કોસી રેસ્ટોરન્ટના માલિકને નોટિસ મોકલી છે. જરૂર પડ્યે તેને પૂછપરછ માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રહલાદ ભૂતડા આ બારના માલિક હોવા છતાં તે હોટલના રોજિંદા સંચાલનનું ધ્યાન રાખતા નથી. દરમિયાન, પુણે જિલ્લા કલેક્ટરના આદેશ પર, રાજ્ય આબકારી વિભાગે બંને બારને સીલ કરી દીધી છે. પોલીસ કમિશનર કુમારે કહ્યું કે અન્ય આરોપી જયેશ બોંકરની પણ ધરપકડ કરવામાં આવી છે. તે બ્લેક ક્લબ હોટેલમાં કર્મચારી છે
કલ્યાણીનગર દુર્ઘટના બાદ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ મોડ પર છે.
કોરેગાંવ પાર્કમાં મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ બે ગેરકાયદે પબ સામે કાર્યવાહી કરી. વોટર્સ અને ઓરિલા પબ બંને ગેરકાયદેસર અતિક્રમણના ઉલ્લંઘન માટે તોડી પાડવામાં આવ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે શહેરના અન્ય તમામ પબ અને બારને પણ નોટિસ મોકલવામાં આવશે