પુણે બસ રેપ કેસનો આરોપી શેરડીના ખેતરોમાં છુપાયેલો હોઈ શકે છે! પોલીસનું સર્ચ ઓપરેશન

પુણે: શહેરમાં રાજ્ય પરિવહન વિભાગની પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાની ઘટના (Pune bus rape case) બનતા ચકચાર મચી ગઈ છે, ઘટનાસ્થળ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દુર છે. પોલીસ ફરાર આરોપી હજુ સુધી પકડી શકી નથી. એવામાં એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે પુણેનો રહેવાસી આરોપી તેના વતન નજીક શેરડી ખેતરમાં છુપાયેલો હોઈ શકે છે.
આ પણ વાંચો: ભિવંડીમાં સ્કૂલ નજીક અને પિકઅપ વૅનમાં યુવતી પર ગૅન્ગ રેપ: છ સામે ગુનો
અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે પોલીસ શેરડીના ખેતરો વાળા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આરોપીને પકડવા માટે સ્નિફર ડોગ્સ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શેરડીનો દરેક છોડ લગભગ 10 ફૂટ ઉંચો છે, જેના કારણે પોલીસ ટીમો માટે ખેતરમાં પગપાળા શોધખોળ કરવી મુશ્કેલ, જેના કારણે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં લૂંટ વિથ ગેંગરેપ કેસમાં પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો વિગત…
આરોપી આ રીતે નાસી છૂટ્યો:
અહેવાલ મુજબ આરોપી ઓળખ દત્તાત્રેય રામદાસ ગાડે તરીકે થઇ છે. આરોપી શાકભાજીથી ભરેલી ટ્રકમાં છુપાઈને શહેરમાંથી નાસી છૂટ્યો હતો, આરોપી તેના વતન પહોંચ્યો, જ્યાં તેણે કપડાં અને જૂતા બદલ્યા.
પોલીસે આરોપીને શોધવા માટે 13 સ્પેશિયલ ટીમો બનાવી આવી છે, જેમાં ક્રાઈમ બ્રાન્ચની આઠ ટીમોનો સમાવેશ થાય છે. આરોપી પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
થશે કડક સજા:
આજે સવારે મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન યોગેશ કદમે કહ્યું હતું કે આરોપીનું સંભવિત લોકેશન મળી ગયું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહિલાને ન્યાય અપાવવાની પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું છે કે ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુનેગારને મૃત્યુદંડ આપવાનું વચન આપ્યું હતું.