મહારાષ્ટ્ર

પુણેની હોસ્પિટલમાં રાડો: ભાજપના વિધાનસભ્યએ રાષ્ટ્રવાદીના પદાધિકારી અને પોલીસને માર્યો લાફો

પુણે: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય સુનીલ કાંબળેએ એક પોલીસ કર્મચારી અને રાષ્ટ્રવાદીના મેડીકલ સેલના અધ્યક્ષને ધક્કો મારી લાફો મારતા વિવાદ ઊભો થયો છે. આ બનાવ પુણેની સસૂન હોસ્પિટલમાં અજિત પવારની મુલાકાત દરમીયાન બન્યો છે.

સસૂન હોસ્પિટલમાં વોર્ડની મુલાકાત લેતી વખતે મેડિકલ હેલ્પ સેલના જિતેન્દ્ર સુરેશ સાતવે બે વાર કાંબળેને ધક્કો માર્યો હતો. તથા એ… ખસ બાજુએ… એમ કહેતાં ભાજપના વિધાનસભ્ય સુનીલ કાંબળેનો પારો ચઢ્યો હતો. અને તેઓ હાથાપાઇ પર ઉતરી આવ્યા. એટલું જ નહીં પણ એમણે એક પોલીસ કર્મચારીને પણ લાફો માર્યો હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો પુણેમાં પ્રવાસ ચાલી રહ્યો છે. પુણેની સરકારી સસૂન હોસ્પિટલમાં પણ વિવિધ વોર્ડનું ઉદઘાટને તેમના હસ્તે થવાનું છે. તેથી અજિત પવાર જૂથના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યં છે.

આ સમયે તેમની સાથે મહિલા પ્રદેશાધ્યક્ષ રુપાલી ચાકણકર, અજિત પવાર જૂથના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરે, આરોગ્ય શિક્ષણ પ્રધાન હસન મુશ્રીફ, કોંગ્રેસના વિધાનસભ્ય રવિન્દ્ર ધંગેકર સાથે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય સુનીલ કાંબળે પણ ઉપસ્થિત હતાં.

આ અંગે જ્યારે સુનીલ કાંબળેને ઓફ દ રેકોર્ડ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માર્યું છે એમ સ્પષ્ટ જણાવ્યું હતું. એ માણસે મને બેથી ત્રણ વાર ધક્કો આપ્યો. તેથી મને બહુ ગુસ્સો આવ્યો. મેં એને બે ત્રણ વાર કહ્યું પણ એણે સાંભળ્યું જ નહીં, એટલે મેં એને માર્યો હતો, એમ સનીલ કાંબળેએ જણાવ્યું હતું.


જ્યારે આ અંગે વાત કરતાં રાષ્ટ્રવાદીના જિતેન્દ્ર સુરેશ સાતવે કહ્યું કે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અમારા નેતા છે. તેઓ સસૂન હોસ્પિટલમાં કામ અંગેની જાણકારી મેળવવાના હતાં તેથી છેલ્લાં સાત દિવસથી હું સસૂન હોસ્પિટલમાં કામોની જાણકારી મેળવી રહ્યો છું. આટલી બધી ગીરદીમાં કોઇને પણ ધક્કો વાગવો સામાન્ય છે. પણ મારવું યોગ્ય છે કે? ત્યારે હે આ કાર્યક્રમ બાદ શુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજિત પવાર જૂથ ભાજપનો વિરોધ કરશે કે કેમ? એ વાત મહત્વની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button