નેશનલમહારાષ્ટ્ર

પુણે-બેંગલુરુ મહામાર્ગ પર વિચિત્ર અકસ્માત, મોટા કન્ટેનરે લગ્ઝરી બસ, ટેમ્પો અને કારને અડફેટે લેતાં બે ને ગંભીર ઇજા

પુણે: પુણે-બેંગલુરુ નેશનલ હાઇ-વે પર પુલ પર ચાર વાહનોનો અકસ્માત થયો હતો. એક મોટું કન્ટેનરે લગ્ઝરી બસ, ટેમ્પો અને કાર સાથે અથડાયું હતું. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પુણે અને પીએમઆરડીએના અગ્નીશમન દળની ચાર ગાડીઓ પહોંચી હઇ હતી. અકસ્માતને કારણે ફસાયેલા બે ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતાં જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા છે. વહેલી સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ નવલે પુલ પાસે આ અકસ્માત થયો હતો.

સાતારાથી પુણે તરફ જઇ રહેલ કન્ટેનરનો બ્રેક ફેલ થતાં આ કન્ટેનર સામેના ટેમ્પો પર જઇને અથડાયો હતો અને પછી ડિવાઇડર તોડીને સામેની લેનમાં પલટી થયો હતો. સામેની લેન પરથી સાતારાની દિશામાં જઇ રહેલ બસને પણ આ કન્ટેનર અથડાયો હતો. જેને કારણે બસમાં મુસાફરી કરી રહેલાં કેટલાંક લોકોને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે બે ની હાલત ગંભીર હોવાની જાણકારી મળી હતી.

અકસ્માતની જાણ થતાં અગ્નીશમન દળના જાવનો ઘટના સ્થળે દોડી ગયા હતાં. તેમણ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. બસમાં ફસાયેલા બે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતાં. જોકે બંનેને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતને કારણે થોડાં સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે અકસ્માત થયેલ વાહનો પોલીસ અને અગ્નીશમન દળની મદદથી બાજુએ કરતાં ટ્રાફિક વ્યવસ્થા યથાવત થઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button