મહારાષ્ટ્ર

પુણેમાં ટ્રકે બાઈકને ટક્કર મારતાં,એન્જિનિયરિંગના બે વિદ્યાર્થીનાં મોત

પુણે: પૂરપાટ વેગે આવેલી ટ્રકે બાઈકને ટક્કર મારતાં એન્જિનિયરિંગના બે વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હોવાની ઘટના પુણે શહેરમાં બની હતી. બાઈકને અડફેટે લીધા પછી ટ્રકના ડ્રાઈવરે ટ્રક રોકવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ થોડે જ અંતરે તેને પકડી પાડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સોમવારે રાતે 10.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઓળખ આદિલ શેખ અને ફહાદ શેખ તરીકે થઈ હતી. 20 વર્ષના બન્ને વિદ્યાર્થી પુણેની એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતા હતા.


બન્ને વિદ્યાર્થી લાતુરની કૉલેજમાં ભણતા મિત્ર અફાન શેખ સાથે બાઈક પર પુણે રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા. આદિલ અને ફહાદ લાતુરના રહેવાસી હોવાનું તપાસમાં જણાયું હતું.

આ પણ વાંચો : પુણેમાં યુવકને કાર નીચે કચડવાનો પ્રયાસ: આરોપીની ધરપકડ

વિમાનતળ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આનંદ ખોબરેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની બાઈક પુણે-અહમદનગર રોડ પર ચંદન નગર ખાતે પહોંચી ત્યારે પાછળથી આવેલી ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને બીજા બીજા વિદ્યાર્થીએ સારવાર દરમિયાન હૉસ્પિટલમાં છેલ્લા શ્ર્વાસ લીધા હતા. અકસ્માતમાં ઘવાયેલા અફાન શેખને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.


ઘટના પછી ડ્રાઈવર ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે પીછો કરી તેને લગભગ 300 મીટરના અંતરે પકડી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા ટ્રક ડ્રાઈવર શ્યામબાબુ ગૌતમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 304 અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button