ટોપ ન્યૂઝમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

…તો મહારાષ્ટ્રમાં લાદી શકાય રાષ્ટ્રપતિ શાસન…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી હવે પરિણામો પર સૌની નજર છે. કોઈ પણ પક્ષ યા ગઠબંધનને બહુમતી મળે એના માટે અપેક્ષા રાખવામાં આવી રહી છે. આમ છતાં છ પક્ષો વચ્ચે જોરદાર કાંટાની ટક્કર રહેશે. એક્ઝિટ પોલને બાજુ પર રાખીએ તો આગામી ત્રણ દિવસમાં નવી સરકારનું ગઠન થવામાં એક કરતા અનેક પરિબળો અવરોધરુપ છે. જાણીએ વર્તમાન રાજકીય સમીકરણો. હાલમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી તરત જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે. તમને કદાચ નવાઇ લાગે, પરંતુ સંજોગો આ દિશામાં નિર્દેશ કરી રહ્યા છે. આવો આપણે વસ્તુસ્થિતિ જાણીએ.


Also read: SSC બોર્ડના વિદ્યાર્થીઓ આ જરૂર વાંચે, બોર્ડે કરી પાસીંગ માર્કની સ્પષ્ટતા


જ્યારે 15 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ઘણા રાજકીય વિશ્લેષકોએ કહ્યું હતું કે આનાથી બંધારણીય સંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. મતગણતરી શનિવારે એટલે આવતીકાલે હાથ ધરવામાં આવશે અને વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.

48 કલાકનો સમય રહેશે ચૂંટણીના પરિણામો અને મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ પૂરો થવામાં માત્ર 48 કલાકનો સમય રહેશે, એટલે કે મહારાષ્ટ્રની નવી સરકારે બે દિવસમાં શપથ લેવાની રહેશે. જોકે, એમવીએ (મહાવિકાસ આઘાડી) અને મહાયુતિ બંને ગઠબંધનમાં મુખ્ય પ્રધાન પદને લઈને ઝઘડો ચાલી રહ્યો છે, તે જોતાં એવું લાગતું નથી કે નવી સરકાર અંગે ગણતરીના દિવસોમાં નિર્ણય લેવાનો રહેશે. અને જો બંને ગઠબંધન વચ્ચે દસથી 15 સીટનો તફાવત રહે તો હોર્સ-ટ્રેડિંગ થશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જો 48 કલાકથી ઓછા સમયમાં મહારાષ્ટ્રમાં નવી વિધાનસભાની રચના શક્ય જણાતી નથી.

26મી નવેમ્બરે કાર્યકાળ પૂરો ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત આ બંધારણીય કટોકટી માટે ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતને જવાબદાર માને છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખોની જાહેર કરી ત્યારે રાઉતે કહ્યું હતું કે અમિત શાહે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની યોજના બનાવી છે. વાસ્તવિક્તા એ છે કે બંધારણ મુજબ 26 નવેમ્બર પહેલા રાજ્યમાં સરકારનું ગઠન થવું જોઇએ. પરિણામોની જાહેરાત આવતીકાલે થશે. વિધાનસભાની વર્તમાન ટર્મ પૂરી થવામાં માત્ર ત્રણ દિવસનો સમય રહ્યો છે.

તમામ નેતાઓએ શપથગ્રહણ કરવા મુંબઇમાં આવવું પડશે. મહારાષ્ટ્ર મોટું રાજ્ય છે. આટલા ઓછા સમયમાં સરકાર બની જવી શક્ય જ નથી. રાઉતના આરોપો પણ સાવ ખોટા તો નથી જ. કાશ્મીર અને હરિયાણાની સાથે જો મહારાષ્ટ્રની ચૂંટણી યોજવામાં આવી હોત તો આ સમસ્યા ઊભી થઈ ના હોત, એમ સૂત્રોએ દાવો કર્યો હતો.

ચૂંટણી શા માટે મોડી જાહેર કરી?
ઈલેક્શન મોડી કરવા અંગે પણ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીનું આયોજન કરતા પહેલા હવામાન, તહેવારો, સુરક્ષા દળોની ઉપલબ્ધતા અને અન્ય તૈયારીઓ જેવા દરેક પરિબળોને ધ્યાનમાં લે છે. ગણેશોત્સવ, શ્રાદ્ધ, નવરાત્રી અને દિવાળી સહિતના ઘણા તહેવારો અને વરસાદને કારણે બૂથ લેવલ ઑફિસર્સોની નિમણૂકનું કામ થયું નહોતું, તેથી રાજ્યમાં ચૂટણીનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું નહોતું.

બંધારણની કલમ 172 (1) શું કહે છે?
હવે આપણે બંધારણની જોગવાઇઓ જાણીએ. બંધારણની કલમ 172 (1) રાજ્યની વિધાનસભાઓનો કાર્યકાળ નક્કી કરે છે, જે મુજબ કોઇપણ રાજ્યની વિધાન સભા તેની નિમણૂકના દિવસથી પાંચ વર્ષ સુધી જ ચાલુ રહી શકે અને એક દિવસ પણ વધારે નહીં. આ સમયગાળો પતે એટલે વિધાનસભાનું વિસર્જન થઇ જ જાય. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 15માં પણ એવી જોગવાઈ છે કે ગૃહની મુદત પૂરી થવાના છ મહિના પહેલા વિધાનસભાની ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવું જોઈએ નહીં.

ચૂંટણી પંચનો વિશેષાધિકાર જાણી લો?
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની શક્યતાઓના કારણોની વાત કરી. હવે આપણે એક એવો નિયમ જાણીએ જે આ બધી શક્યતા અને રાષ્ટ્રપતિ શાસનની વાતનો છેદ ઉડાવી દેશે. ચૂંટણી પંચને એક વિશેષાધિકાર આપ્યો છે, જે મુજબ વિધાનસભાનું મુદત પૂરી થયાના (પાંચ વર્ષના ગાળાના) છ મહિનાની અંદર ચૂંટણી પ્રક્રિયા અને નવી વિધાનસભાની રચના થઇ જવી જોઇએ. એટલે 26 નવેમ્બરે વિધાનસભાની મુદત પૂરી થયા પછી પણ છ મહિનાનો સમય છે. આ જોગવાઈને કારણે કોઈ બંધારણીય કટોકટી ઊભી થવાની કોઈ શક્યતા નથી.


Also read: Maharashtra માં આવતીકાલથી રિસોર્ટ પૉલિટિક્સ શરૂ, વિધાનસભ્યો વેચાઈ ન જાય તે માટે એમવીએની તૈયારી


સિક્કિમ અને અરૂણાચલના દાખલા જાણો?
સામાન્ય રીતે ચૂંટણી પછીની ઔપરિચિક્તાઓ પૂરી કરવા ચૂંટણી પંચ પૂરતો સમય આપવાનો પ્રયાસ કરે જ છે, પણ તાજેતરના સમયમાં ચૂંટણી પંચે વિધાનસભાની છેક અંતિમ તારીખની નજીકમાં પરિણામો જાહેર કર્યા છે. હાલમાં જ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશ વિધાનસભાના પરિણામો બીજી જૂને જાહેર કરવામાં આવ્યા હતા અને એ જ દિવસે રાજ્યોની વિધાનસભાની મુદત પૂરી થઇ હતી. તેથી મહારાષ્ટ્ર સાથે જાણીજોઇને ચૂંટણી પંચે આવી રમત રમી છે કે ચાલ ચાલી છે એવો કોઇ સવાલ જ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button