વીજ વિતરણ કંપનીનો એન્જિનિયર લાંચ લેતાં પકડાયો
જાલના: જાલના જિલ્લામાં રાજ્ય સંચાલિત મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના એડિશનલ એક્ઝિક્યુટીવ એન્જિનિયરની 40 હજાર રૂપિયાની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
અંબડ વિસ્તારમાં ટ્રાન્સફોર્મર બેસાડનારા કોન્ટ્રેક્ટરના બિલની રકમની ચુકવણી કરવા માટે પ્રકાશ તૌરે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી. તડજોડને અંતે પ્રકાશ 40 હજાર રૂપિયા સ્વીકારવા માટે તૈયાર થયો હતો.
આ પણ વાંચો : જાલનામાં ભીષણ અકસ્માત: કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતા ચારનાં મોત
દરમિયાન કોન્ટ્રેક્ટરે આ પ્રકરણે એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે અધિકારીઓએ બુધવારે સાંજના છટકું ગોઠવ્યું હતું અને પ્રકાશને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. પ્રકાશ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)