ફડણવીસના પ્રધાનમંડળમાં આ વિધાનસભ્યોને મળી શકે છે સ્થાન! જુઓ સંભવિત પ્રધાનોની યાદી
મુંબઈ: લાંબા સમય સુધી ચાલેલા સસ્પેસ બાદ અંતે ગઈ કાલે જાહેરાત કરવામાં આવી કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન બનશે, આજે સાંજે દેવેન્દ્ર ફડણવીસ મુંબઈના આઝાદ મેદાન ખાતે આયોજિત સમારોહમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને અન્ય દિગ્ગજ NDA નેતાઓ હાજર રહેશે.
ગઈકાલે ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવી હતી. એકનાથ શિંદેને પણ નાયબ મુખ્ય પ્રધાન પદ સ્વીકારવા માટે મનાવી લેવામાં આવ્યા હતાં. જો કે હજુ સુધી કેબિનેટને અંગે ચિત્ર સ્પષ્ટ થયું નથી. પાવર શેરિંગ ફોર્મ્યુલા પર બુધવારે સાંજ સુધી ચર્ચા ચાલુ રહી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટને અંગે ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે લગભગ સહમતિ સધાઈ ગઈ છે. માત્ર ખાતાના વિતરણ અને નામોની જાહેરાત કરવાની બાકી છે.
Also read: ફડણવીસને સિરે તાજ સજશે કે ભાજપ આપશે સરપ્રાઈઝ? મુંબઈથી દિલ્હી સુધી હલચલ તેજ
ભાજપના તરફથી સંભવિત પ્રધાનો:
દેવેન્દ્ર ફડણવીસ (મુખ્ય પ્રધાન), રાધાકૃષ્ણ વિખે-પાટીલ, સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન, સુરેશ ખાડે, રવીન્દ્ર ચવ્હાણ, અતુલ સેવ, મંગલ પ્રભાત લોઢામ, રાહુલ નાર્વેકર, જયકુમાર રાવલ, ચંદ્રશેખર બાવનકુળે, બબનરાવ લોનીકર, પંકજા મુંડે, દેવયાની ફરાંદે, કિસન કઠોર, નિતેશ રાણે, આશિષ શેલાર, સંભાજી નિલંગેકર, રાહુલ કુલ.
શિવસેના તરફથી સંભવિત પ્રધાનો:
એકનાથ શિંદે (ડેપ્યુટી સીએમ), ગુલાબરાવ પાટીલ, દાદા હસ્ક, સંજય રાઠોડ, ઉદય સામંત, તાનાજી સામંત, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર, શંભુરાજ દેસાઈ, ભરતશેઠ ગોગાંવ, અર્જુન ખોટકર, સંજય શિરસાટ, યોગેશ કદમ.
NCP તરફથી સંભવિત પ્રધાનો:
અજિત પવાર (ડેપ્યુટી સીએમ), ધનંજય મુંડે, દિલીપ વલસે-પાટીલ, છગન ભુજબળ, હસન મુશ્રીફ, ધર્મરાવ આત્રામ, અદિતિ તટકરે, અનિલ પાટીલ, રાજકુમાર બડોલે, માણિકરાવ કોકાટે.