આમચી મુંબઈમહારાષ્ટ્ર

વાઘણના બચ્ચાના નામકરણ પરથી રાજકારણ ગરમાયું…

રાજ્યમાં રાજકીય માહોલ એકદમ ગરમાગરમ છે અને એમાં નામકરણનો મુદ્દો તો એકદમ જ સંવેદનશીલ છે. હાલમાં આવું જ દ્રશ્ય છત્રપતિ સંભાજીનગરમાં જોવા મળ્યું. અહીં એક વાઘણના બચ્ચાના નામકરણ પરથી રાજકીય માહોલમાં ગરમાગરમી જોવા મળી હતી.

છત્રપતિ સંભાજીનગરમાં આવેલા સિદ્ધાર્થ પ્રાણીસંગ્રહાલયમાં વાઘણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો અને આ બચ્ચાઓનો નામકરણનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં વાઘણના બચ્ચાનું નામ આદિત્ય રાખવા પરથી વિવાદ ઊભો થયો હતો. આ સમયે બચ્ચાઓના નામ રાખવા માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી હતી એમાંથી એક ચિઠ્ઠી ઉઠાવવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં આદિત્ય એવું નામ આવ્યું હતું


સાતમી સપ્ટેમ્બરના અહીંના સિદ્ધાર્થ પ્રાણી સંગ્રહાલયમાંથી સફેદ વાઘણ અર્પિતાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો પરંતુ આ બચ્ચાઓના નામ રાખવા પરથી રાજકારણ ખેલાશે, એવું કોઈએ સપનેય નહોતું વિચાર્યું. મરાઠવાડા મુક્તિસંગ્રામ દિવસ નિમિત્તે અહીં ધ્વજવંદ કરવા પહોંચેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત નાયબ મુખ્ય પ્રધાન અજિક પવાર અને પર્યાવરણ ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારની હાજરીમાં નામકરણ કરવાનું નક્કી કર્યું આવ્યું હતું. એ વખતે ચિઠ્ઠીમાં આદિત્ય એવું નામ આવ્યું અને એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ સુધીર મુનગંટીવારે બચ્ચાને આદિત્ય નામ આપવાનો વિરોધ કર્યો હતો.


મુનગંટીવારના વિરોધને પગલે ત્રણે બચ્ચાઓના નામ શ્રાવણી, કાન્યા અને વિક્રમ રાખવામાં આવ્યા હતા. પરંતુ સૌથી વધુ ચર્ચા કોઈ ચિઠ્ઠીની થઈ હોય તો તે છે આદિત્યના નામની. આવું એટલા માટે કારણ કે મુનગંટીવારે આ ચિઠ્ઠીને બાજુ પર રાખવા જણાવ્યું હતું આદિત્યને બદલે કાન્હા એવું નામ આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા, પરંતુ આ પ્રકરણે અંબાદાસ દાનવેએ સત્તાધિશો પર આકરા પ્રહારો કર્યા હતા.


મુનગંટીવારે જણાવ્યું હતું કે જંગલમાં વાઘના બચ્ચાઓને નામ આપવામાં આવતા નથી, માત્ર ઝૂમાં જન્મેલાં બચ્ચાઓને જ નામ આપવામાં આવે છે. પણ નામ આપતી વખતે કોઈપણ વિવાદ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ.


વાઘણના બચ્ચાના નામકરણ પરથી વિપક્ષના નેતાઓએ સરકારની ટીકા કરી હતી અને અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ક્યારેય પણ આદિત્ય છુપાઈ શકે નહીં પછી એ પૃથ્વી પરનો આદિત્ય હોય કે પૃથ્વી પરનો ના પણ હોય. જમીન પર પણ એક આદિત્ય છે. તિરસ્કાર કરો, પણ આદિત્ય વધારે ઝળકશે, એવી પ્રતિક્રિયા વિપક્ષના નેતા અંબાદાર દાનવેએ આપી હતી.

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker