મહારાષ્ટ્ર

આત્મહત્યાની યોજના બનાવનારા વૃદ્ધ દંપતીને પોલીસે બચાવી લીધું, જાણો રિયલ સ્ટોરી?

મુંબઈઃ ચોરી-લૂંટફાટ અને છેતરપિંડીના વધી રહેલા બનાવોની સાથે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં તાજેતરમાં એક વૃદ્ધ દપંતીએ આરોગ્ય સંબંધિત બીમારીઓથી ત્રસ્ત થઈનું અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યા પછી પ્રશાસનની સતર્કતાને કારણે જીવ બચાવી લેવામાં મદદ મળી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અધિકારીએ કહ્યું હતું કે ઘોડબંદર રોડ પર વાઘબીલ વિસ્તારમાં રહેતા એક દંપતી તેમના ઘરમાં આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી. જોકે, પોલીસને આ માહિતી દંપતીના ભત્રીજાએ આપી હતી. ત્યાર બાદ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આત્મહત્યાનો પ્રયાસ કરનારા વૃદ્ધ દંપતીનો જીવ બચાવ્યો હતો.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇમરજન્સી મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે પોલીસે લગભગ રાત્રે ૧૧ વાગ્યે તેમના સેલને આ અંગે જાણ કરી હતી. તેમણે કહ્યું કે ૭૦ વર્ષીય વૃદ્ધ અને તેમની ૬૫ વર્ષીય પત્નીએ આરોગ્ય સંબંધી સમસ્યાઓથી પરેશાન થઈને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે તેમના મોબાઈલ પરથી મેસેજ કરીને તેમના સંબંધીને તેમના યોજના અંગે જાણ કરી અને આ પછી ભત્રીજાએ પોલીસને જાણ કરી હતી.

Also read: હવે ગુજરાતમાં વીડિયો રેકોર્ડ કર્યા બાદ યુવતીએ કરી આત્મહત્યાઃ પ્રેમીને કહ્યું કે

માહિતી મળ્યાની થોડી જ મિનિટોમાં પોલીસ, અગ્નિશમન વિભાગ અને ટીએમસીના ડિઝાસ્ટર સેલના કર્મચારીઓ દંપતીના એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા પરંતુ તે અંદરથી બંધ હોવાથી બચાવકર્મીઓ બાજુના ફ્લેટની બારીમાંથી દંપતીના ઘરમાં પહોંચ્યા અને તેમને આત્મહત્યા કરતા રોક્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button