લોકોના વિચાર, વિકાસ અને વિશ્ર્વાસ એ જ અમારા કામની ત્રિપુટી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
રાજ્યનું અર્થતંત્ર મજબૂત છે, વિદેશી રોકાણમાં પણ તે દેશમાં અવ્વલ છે રાજ્યપાલના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના લોકોના વિચાર, વિકાસ અને વિશ્ર્વાસ એ જ અમારી સરકારની ભાવિ કામની ત્રિપુટી છે. રાજ્યપાલના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન શિંદેએ એવી પણ જાહેરાત કરી હતી કે ‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના’ માટે વય મર્યાદા 65 વર્ષ છે અને તે માટેની લાયકાતની શરતમાંથી જમીનની શરત પણ રદ કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાને જવાબી ભાષણમાં કૃષિ અને ખેડૂતો, મહિલાઓ, ઉદ્યોગ, સિંચાઈ, ઉદ્યોગ અને રાજ્યની મજબૂત અર્થવ્યવસ્થા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે લોકોના મનમાં રહેલી અપેક્ષાઓ સરકારે બે વર્ષમાં પૂર્ણ કરી છે. સામાન્ય માણસના જીવનમાં ખુશીઓનું સર્જન કરવું એ અમારી સરકારનું ધ્યેય હતું અને હજુ પણ છે. રાજ્ય આર્થિક, ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે સ્પર્ધા કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સરકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના તત્વ સુધી પહોંચે તે માટે બળવો થયો હતો. ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના ચહેરા પર સંતોષ અને ખુશી જોવાની ઝંખના હતી. અમે છેલ્લા બે વર્ષમાં આ પ્રયાસોમાં કોઈ કમી આવવા દીધી નથી. વિકાસ માટે ચોવીસ કલાક કામ કર્યું. અમને ખુશી અને ગર્વ છે કે અમે જનતાનો વિશ્ર્વાસ હાંસલ કર્યો છે.
શિંદેએ કહ્યું હતું કે અમારા સમયમાં 9 અધિવેશન યોજાયા હતા. 75 કેબિનેટની બેઠકો થઈ હતી. અમે તેમાં 550 થી વધુ નિર્ણયો લીધા. આ એક રેકોર્ડ છે. અમે ઘરે બેઠા નથી પરંતુ લોકોના ઘરે ગયા અને સરકારે તેની પ્રવૃત્તિઓ ડોર ટુ ડોર અમલમાં મૂકી છે. નાણા પ્રધાને ઐતિહાસિક અને ક્રાંતિકારી બજેટ રજૂ કર્યું છે. આમાં માતા બહેનોનું જીવન બદલી નાખે એવી યોજનાઓ રજૂ કરવામાં આવી છે. ખેડૂતો, યુવાનો અને સિનિયર સિટિઝન્સ માટે પણ યોજનાઓ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાને કહ્યું કે જે ઘરમાં લક્ષ્મી પ્રસન્ન હોય તે ઘર સમૃદ્ધ હોય છે, એમ શિંદેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કાઉન્સિલ ચૂંટણી: શિવસેનાનો નાસિક ટીચર્સ સીટ પર વિજય
અમે બાળકીના જન્મથી લેક લાડકી યોજના અમલમાં મૂકી છે. હવે અમે છોકરીઓની શિક્ષણની ચિંતા દૂર કરી છે. અમે લાડકી બહેન અને મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના દ્વારા ઘર ચલાવવામાં ગૃહિણીઓની ખેંચતાણ દૂર કરી છે. આ સરકારે છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ મફત કરવાનો નિર્ણય કર્યો. અમે એવા તમામ પરિવારોની છોકરીઓ માટે 100 ટકા ટ્યુશન ફી માફ કરી છે જેમની આવક 8 લાખથી ઓછી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના યુવાનો માટે યુવા કાર્ય તાલીમ યોજના પણ દાખલ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે ખેડૂતો માટે ખૂબ સારા નિર્ણયો લીધા છે. શિંદેએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 1,77,88,000 ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણ, બાગાયતી, સિંચાઈ, એસસી-એસટી ખેડૂતો માટેની યોજનાઓ, પાક વીમામાં મળીને રૂ. 11,392 કરોડનો લાભ આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે લાભ મેળવનાર ખેડૂતોની સંખ્યામાં 95 ટકાનો વધારો થયો છે અને ખેડૂતોને આપવામાં આવતા લાભો અથવા સબસિડીમાં અગાઉની સરકારની સરખામણીમાં લગભગ 61 ટકાનો વધારો થયો છે. ભારે વરસાદ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, સતત વરસાદ, શંખ-ગોકળગાય જેવી જીવાતને કારણે જૂન 2022 થી રૂ. 15,245,76,00,000 ની મદદ કરવામાં આવી છે. રાજ્યમાં 123 સિંચાઈ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી અમે 17 લાખ હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ લાવીશું. આ ઉપરાંત કૃષિ વિભાગ, પશુપાલન, સહકાર, માર્કેટિંગ, ખાદ્ય અને નાગરી પુરવઠા જેવા વિવિધ વિભાગો તરફથી કૃષિ માટે રૂ. 44 હજાર કરોડથી વધુનું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : MLC Election: મહાવિકાસ આઘાડીના પક્ષોની થશે જીતઃ ઉદ્ધવ ઠાકરે
નમો શેતકરી મહાસન્માન ફંડ યોજના હેઠળ 92,43,000 ખેડૂતોને રૂ. 5,318 કરોડ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રૂ. 29,640 કરોડ રૂપિયા સીધા બેંક ખાતામાં 16 હપ્તામાં જમા કરવામાં આવી રહ્યા છે. રાજ્યના 85.66 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. અમે કપાસ, સોયાબીન અને અન્ય તેલીબિયાંની ઉત્પાદકતામાં વધારો કરીશું. મહાત્મા જ્યોતિબા ફુલે ખેડૂત ઋણ રાહત યોજના હેઠળ 14,33,000 ખેડૂતોને 5,190 કરોડ રૂપિયા પ્રોત્સાહક રકમ તરીકે આપ્યા હતા.
વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર અવ્વલ હોવાનો દાવો કરતાં તેમમે કહ્યું હતું કે આપણી સામુહિક પ્રોત્સાહન યોજનાને કારણે 243 મોટા ઉદ્યોગો, ઉચ્ચ ટેકનોલોજી પર આધારિત મોટા ઉદ્યોગોની રૂ. 2,08,000 કરોડનું રોકાણ આવી રહ્યું છે અને તેમાંથી બે લાખ રોજગાર નિર્માણ થશે. સરકારના કાર્યકાળમાં પહેલા વર્ષે રૂ. 1,18,422 કરોડનું અને બીજા વર્ષમાં રૂ. 1,25,000 કરોડનું રોકાણ રાજ્યમાં આવ્યું છે અને દેશમાં આવેલા વિદેશી રોકાણમાં તેનું પ્રમાણ 30 ટકા છે.
રાજ્યનું અર્થતંત્ર એક ટ્રિલિયન ડોલરનું થાય તે માટે રાજ્યમાં સેમી-ક્ધડક્ટર, એલસીડી, એલઈડી, સૌર સેલ, બેટરી, હાઈડ્રોજન ફ્યુઅલ સેલ, ફાર્મા કેમિકલ્સ એવા ઉદ્યોગોને વધુમાં વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછું 10,000 કરોડનું રોકાણ અને 4000 રોજગાર આપનારા ઉદ્યોગોને માપદંડ ઠેરવીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં એક લાખ કરોડનું રોકાણ અને 50,000 રોજગાર નિર્માણ થશે. દાવોસમાં બે વર્ષમાં પાંચ લાખ કરોડ ડોલરના રોકાણના સમજૂતીના કરાર કરવામાં આવ્યા હતા તે પણ એક વિક્રમ છે. પહેલા વર્ષમાં થયેલા કરારમાંથી 80 ટકા પ્રકલ્પ ઊભા કરવા માટેની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે.
જેમ્સ જ્વેલરીની 2022-23માં મુંબઈથી રૂ. 1,71,688 કરોડની નિકાસ થઈ છે, જે દેશની કુલ નિકાસના 97.15 ટકા છે. સુરતનું પ્રમાણ ફક્ત 2.58 ટકા છે. એમઆઈડીસીના માધ્યમથી મહાપેમાં 21 એકરમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે, જેમાં 50,000 કરોડનું રોકાણ અને એક લાખ રોજગાર નિર્માણ થશે.
રિક્ષા ટેક્સી મહામંડળના ધોરણે અખબાર વિક્રેતા કલ્યાણકારી મંડળની સ્થાપના કરવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું.